નવી દિલ્હીઃ એક મહિલાએ પોતાના પિતરાઈ ભાઈ સાથે જ લગ્ન કર્યા છે. ડેબોરાહ 30 વર્ષની છે અને તેનો ભાઈ 59 વર્ષનો છે. તેનું કહેવુ છે કે પહેલી નજરમાં જ તેનો ભાઈ ગમી ગયો હતો. બંનેની પહેલી મુલાકાત ડેબોરાહના પિતાના ઘરે થઈ હતી. ઉંમરના તફાવતને કારણે લોકો ડેબોરાહને ટોણા મારતા રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક મહિલાએ પિતરાઈ ભાઈ સાથે લગ્ન કર્યા જે ઉંમરમાં તેના કરતાં બમણો મોટો છે. મહિલાની ઉંમર 30 વર્ષ છે. તે પહેલી વખત તેના 59 વર્ષીય પિતરાઈ ભાઈને તેના પિતાના ઘરે પ્રથમ વખત મળી હતી... ડેબોરાહ પિક્સોટો કહે છે કે 29 વર્ષની વયના તફાવતને કારણે તેને લોકોના ઘણા ટોણા સાંભળવા પડ્યા છે. લોકો તેના પતિ એન્ડરસન આલ્વેસ પિક્સોટોને તેના સુગર ડેડી તરીકે બોલાવે છે.


આ પણ વાંચોઃ કોરોના પછી અહીં ફેલાયો નવો રહસ્યમય રોગ, લોકો ઘરોમાં કેદ


પોતાની તસવીરો વેચીને પૈસા કમાતી ડેબોરાહ કહે છે કે તે પહેલીવાર કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથે સંબંધમાં છે. બ્રાઝિલના રહેવાસી આ દંપતીએ તેમની પ્રથમ મુલાકાતના ચાર દિવસ પછી જ સાથે મુસાફરી કરવાનું શરૂ કર્યું. જેના 3 મહિના પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. હવે તેમના લગ્નને 6 વર્ષ થઈ ચુક્યા છે. તેમ છતાં લોકો ડેબોરાહને ટોણા મારતા કહે છે કે તેણે ફક્ત પૈસા માટે એન્ડરસન સાથે લગ્ન કર્યા છે. 


આ પણ વાંચોઃ નાઈજીરિયામાં બોમ્બ ધડાકામાં 50થી વધુ લોકોના મોત, અનેક ઘાયલ


પહેલી જ નજકમાં થયો પ્રેમ
તેમના સંબંધો વિશે વાત કરતા ડેબોરાહે કહ્યું, 'મારી ટીકા થઈ હતી કારણ કે તે મારા કરતા મોટો છે અને મેં મારા પિતરાઈ ભાઈ સાથે લગ્ન કર્યા હતા પરંતુ તે પહેલી નજરનો પ્રેમ હતો. તેણે કહ્યું- અમે ગુરુવારે મળ્યા, ત્રણ દિવસ પછી ચુંબન કર્યું અને તરત જ મેં તેનું નામ ટેટૂ કરાવ્યું અને પછી અમે એક સાથે ફરવા લાગ્યા હતા. લગ્ન માટે મારો હાથ માંગવા તે મારા પિતાના ઘરે આવ્યો અને ચાર દિવસ પછી અમે સાથે રહેવા લાગ્યા. જેના ત્રણ મહિના પછી અમે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube