અમેરિકા: કહે છે કે જ્યારે પણ ભગવાને આપવા બેસે છે ત્યારે છાપરું ફાડીને વરસાદ કરે છે. આવું જ કઈંક અમેરિકાના મેરિલેન્ડમાં રહેનારી વેનેસા વાર્ડ સાથે થયું. વેનેસા ઘરેથી કોબીજ લેવા માટે માર્કેટ ગઈ હતી. પરંતુ રસ્તામાં તેણે લોટરીની ટિકિટ જોવા મળી અને તેને પોતાનું ભાગ્ય અજમાવવાનું મન થઈ ગયું. આ વિચારીને તેણે એક ટિકિટ લઈ લીધી. ટિકિટ લઈને તે જ્યારે ઘરે આવી અને ટિકિટ સ્ક્રેચ કરી તો તે સ્તબ્ધ થઈ ગઈ. વેનેસાએ જોયું કે લોટરીની ટિકિટથી તેણે 2,25,000 ડોલર જીત્યા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોટરી જીતતા જ વેનેસાએ વર્જીનિયા લોટરીને જણાવ્યું કે તેણે 2,25000 ડોલરની લોટરી જીતી છે. જેને લઈને તે ખુબ જ ખુશ છે. વેનેસાએ જણાવ્યું કે તેના પિતાએ તેને કોબીજ લેવા માટે બજાર મોકલી હતી. જ્યાં તેણે સ્પિન સ્ક્રેચ ઓફ ટિકિટ જોઈ અને ભાગ્ય અજમાવવાનું તેને મન થયું. આથી તેણે લોટરીની ટિકિટ લઈ લીધી. લોટરી લઈને જ્યારે તે ઘરે પહોંચી અને સ્ક્રેચ કર્યું તો તે દંગ રહી ગઈ. ત્યારબાદ તેણે તરત જ વર્જીનિયા લોટરીને ફોન કર્યો અને સૂચના આપી. 


વેનેસાએ જણાવ્યું કે લોટરીમાં મળેલી રકમ તે પોતાના રિટાયરમેન્ટ માટે સુરક્ષિત રાખવા માંગે છે. આ ઉપરાંત આ રકમની મદદથી તે ડિઝની વર્લ્ડ પણ ફરવાનું સપનું સાકાર કરવા માંગે છે. અત્રે જણાવવાનું કે વેનેસા ઉપરાંત જુલાઈમાં પણ એક યુવકે લોટરીમાં ખુબ મોટી રકમ જીતી હતી. જો કે આ યુવક કોણ હતો તેની કોઈ જાણકારી મળી નહતી. પરંતુ વેનેસાએ પોતાની લોટરી ટિકિટ અંગે જાહેરાત કરીને જણાવ્યું કે તે 2,25,000 ડોલરની લોટરીની ટિકિટ જીતી છે. 


વિદેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...