ઘરમાં બંધક હતી મહિલા, આ ઓનલાઈન ગેમે બચાવ્યો જીવ, જાણો કેવી રીતે
હોલ્ટને લાગવા માંડ્યું હતું કે હવે તેની જિંદગી પૂરી થવાની છે. પરંતુ પછી કઈક એવું થયું કે તેનો જીવ બચી ગયો.
વોશિંગ્ટન: ઓનલાઈન ગેમ રમનારી એક મહિલાનો જીવ તેની એક આદતના કારણે બચી ગયો. વર્ડ ગેમ 'વર્ડલ' એ એક 80 વર્ષની મહિલાને અપરાધીના ચુંગલમાંથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. વાત જાણે એમ છે કે અમેરિકાના શિકાગોમાં રહેતી ડેનિસ હોલ્ટને એક વ્યક્તિએ તેના જ ઘરમાં લગભગ 18 કલાક સુધી બંધક બનાવી લીધી. હોલ્ટને લાગવા માંડ્યું હતું કે હવે તેની જિંદગી પૂરી થવાની છે. પરંતુ પછી કઈક એવું થયું કે તેનો જીવ બચી ગયો.
ડરના પગલે અવાજ નહતો નીકળતો
ડેનિસ હોલ્ટ લિંકનવુડના મોર્સ એવન્યુ સ્થિત પોતાના ઘરમાં પાંચ ફેબ્રુઆરીએ સૂઈ રહી હતી ત્યારે જ અચાનક એક ન્યૂડ વ્યક્તિ દરવાજો ખોલીને ઘરમાં ઘૂસી ગયો. તેના હાથમાં એક કાતર હતી. આરોપીએ મહિલાને ધમકાવીને બંધક બનાવી લીધી. 32 વર્ષના આરોપીની ઓળખ જેમ્સ એચ ડેવિસ તરીકે થઈ છે. હોલ્ટે જણાવ્યું કે તે એટલી ડરી ગઈ હતી કે તેનો અવાજ જ નહતો નીકળતો.
ભોયરાના બાથરૂમમાં કરી બંધ
હોલ્ટે પોલીસને જણાવ્યું કે બંધક રાખવા દરમિયાન તે ડિવિસના ઓર્ડરનું પાલન કરતી હતી કારણ કે તેની પાસે કોઈ વિકલ્પ જ નહતો. તેણે કહ્યું કે આરોપીએ મને કહ્યું કે તે મને નુકસાન નહીં પહોંચાડે કે છેડતી પણ નહીં કરે. તેણે મને ભોયરાના બાથરૂમમાં બંધ કરી દીધી હતી. હું ફક્ત જીવતી રહેવાની અને બચવાની કોશિશ કરતી હતી.
મિત્રએ કહ્યું તારી પુત્રી 'ગંદી' એડલ્ટ સાઈટ પર છે, પિતાએ જે રિએક્શન આપ્યું...વીડિયો થયો વાયરલ
આ કારણે પુત્રીને ગયો શક
હોલ્ડ વર્ડલ ગેમ રમવાની શોખીન છે. દરરોજ પોતાનો સ્કોર સિએટલમાં રહેનારી મોટી પુત્રીને શેર કરવાની તેની આદત છે. આવામાં જ્યારે તેણે 5 ફેબ્રુઆરીનો સ્કોર શેર ન કર્યો તો પુત્રીને ચિંતા થઈ. ત્યારબાદ પુત્રીએ માતા હોલ્ટને મેસેજ કર્યો. પરંતુ તેનો પણ જવાબ ન આવ્યો. મેસેજ વંચાઈ રહ્યા હતા પરંતુ જવાબ નહતો મળતો. આથી પુત્રીને શક ગયો કે કઈક ને કઈક ગડબડ ચોક્કસ છે.
આરોપીની માનસિક સ્થિતિ સારી નથી
ગભરાયેલી પુત્રીએ આ મામલે પોલીસને જાણ કરી. ત્યારબાદ સ્થાનિક પોલીસ ડેનિસ હોલ્ટના ઘરે પહોંચી અને તેમણે કિડનેપરના ચંગુલથી તેમને આઝાદ કર્યા. પોલીસે જણાવ્યું કે ડેવિસને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે. તેણે પોલીસ અધિકારી વિરુદ્ધ ગુંડાગીરી, ઘર પર હથિયારથી હુમલો કરવો, અપહરણ અને ગંભીર હુમલાના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. અત્રે જણાવવાનું કે વર્ડલ એક વેબ બેસ્ડ વર્ડ ગેમ છે. જેમાં છ ખેલાડીઓને ફાઈવ લેટર વર્ડ પ્રિડિક્ટ કરવાની તક મળે છે.
(ઈનપુટ-એએફપી)
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube