Work from Home Right: કોરોનાકાળમાં આખી દુનિયા જ્યારે સંક્રમણથી બચવા માટે નવી નવી રીતે શોધી રહ્યા હતા, ત્યારે વર્ક ફ્રોમ હોમ તમામ કંપની માટે એક કારગત પગલું સાબિત થયું હતું. લગભગ બે વર્ષ સુધી લોકોએ વર્ક ફ્રોમ કર્યું. દરેક જગ્યાએ લોકડાઉન છતાં લોકો ઘરેબેસીને પોતાના ઓફિશિયલ કામ કરતા રહ્યા. એટલું જ નહી વર્ક ફ્રોમ હોમ કંપનીઓ માટે પણ ફાયદાકારક પગલું સાબિત થયું. બે વર્ષ સુધી કોરોનાકાળ દરમિયાન કંપનીઓના ઓફિસ મેન્ટેનેંસનો ખર્ચ લગભગ ના બરાબર રહ્યો. તમામ પાસાઓ પર નેધરલેંડની સરકારે બારીકીથી ધ્યાન આપતાં મોટો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'વર્ક ફ્રોમ હોમ' કાયદાકીય અધિકાર
નેધરલેંડની સરકારે વર્ક ફ્રોમ હોમના કર્મચારીઓ માટે કાનૂની અધિકાર બનાવવાની તૈયારી કરી લીધી છે. ગત અઠવાડિયે ડચ સંસદના નિચલા ગૃહે આ સંબંધમાં કાયદો પસાર કર્યો. યૂરોપીય દેશને હવે સીનેટમાંથી મંજૂરી મળવાની રાહ છે. હાલની વ્યવસ્થામાં નેધરલેંડમાં એંપ્લોયર કારણ વિના કર્મચારીને ઘરથી કામ કરવાના કોઇપણ અનુરોધને અસ્વિકાર કરી શકે છે. નવા કાયદા અંતગર્ત ઇંપ્લોયર્સને એવા તમામ અનુરોધો પર વિચાર કરવો પડશે અને તેમને અસ્વિકાર કરવા માટે પર્યાપ્ત કારણ આપવું પડશે. 

ગાડીમાં ઉપયોગમાં લેવાતા સીટ બેલ્ટનો ભૂલથી થયો હતો આવિષ્કાર, દરરોજ લાખો લોકોનો બચે છે જીવ


કર્મચારીઓ માટે નેધરલેંડનો મોટો ફેંસલો
વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર ગ્રોએનલિંક્સ પાર્ટીની સેના માટૌગ કહ્યું 'આ તેમને એકદમ સારું કાર્ય જીવન સંતુલન શોધવા અને આવવા જવામાં લાગનાર સમયને ઓછો કરવાની પરવાનગી આપશે. નવું બ ઇલ નેધરલેંડ ફ્લેક્સિબલ વર્કિંગ એક્ટ 2015 માં એક સંશોધન છે, જે કર્મચારીઓને પોતાના કામના કલાકો, શિડ્યૂલ અને અહીં સુધી કે કામના સ્થાનમાં ફેરફારનો અનુરોધ કરવાની અનુમતિ આપે છે. 


ટેસ્લાએ કર્મચારીઓને કર્યો મજબૂર
નેધરલેંડ પહેલાંથી જ કર્મચારીઓના અધિકારો માટે જાણિતા છે. નવો કાયદો એવા સમયે આવ્યો છે જ્યારે દુનિયાભરની કંપનીઓ કર્મચારીઓને ઓફિસ પરત બોલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જ્યાં કેટલીક કંપનીઓ પોતાના કર્મચારીઓ પરત લાવવામાં ઢીલ આપી રહી છે. તો બીજી તરફ સેલ્સફોર્સ જેવી અન્ય કંપનીઓએ મોટાભાગની ઓફિસમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. ટેસ્લા જેવી કેટલીક અન્ય કંપનીઓએ કર્મચારીઓને ઓફિસ પરત ફરવા માટે મજબૂર કર્યા છે. ટેસ્લાના સંસ્થાપક અને સીઈઓ એલન મસ્કએ કર્મચારીઓએ ચેતાવણી આપી હતી કે ઓફિસ પરત ફરે કે કંપની છોડી શકે છે.  


નેધરલેંડવાસીઓને જલદી મળી શક છે ખુશખબરી
ડચ કોર્પોરેશન માટે નવા કાયદો એટલો વિવાદાસ્પદ હોવાની આશા નથી. યૂરોસ્ટેટના અનુસાર મહામારીથી બે વર્ષ પહેલાંથી જ 14 ટકા કાર્યબળ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. પરંતુ 2020 માં COVID-19 બાદથી રિમોટ વર્કીંગમાં મહત્વપૂર્ણ વધારો જોવા મળ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube