નવી દિલ્લીઃ ચોકલેટનું નામ સાંભળતા જ ખાવાનું મન થઈ જાય છે. કોઈને ખુશ કરવા, કોઈને થેન્ક યૂ કહેવા કે પછી સોરી કહેવા આપણે ચોકલેટ આપીએ છીએ. ત્યારે આજે આ વિશ્વ ચોકલેટ ડે છે. દર વર્ષે 7 જુલાઈએ વિશ્વ ચોકલેટ ડે (World Chocolate Day) મનાવવામાં આવે છે. ચોકલેટ ખાવામાં જેટલી ટેસ્ટી હોય છે તેટલી જ તે સ્વાસ્થ્ય માટે લાભદાયી પણ છે. જો કે, ચોકલેટ લવર્સ માટે કોઈપણ દિવસ ચોકલેટ ડે જ હોય છે પણ વિશ્વભરમાં આજના દિવસને ચોકલેટ ડે તરીકે મનાવવામાં આવે છે. ગમે તેટલો મૂડ ખરાબ હોય પણ જો ચોકલેટ હાથમાં આવે તો ચહેરા પર સ્માઈલ આવી જાય છે. ચોકલેટ કોઈપણ દિવસને ખાસ બનાવી દે છે. ચોકલેટ ખાવા માટે કોઈ ખાસ કારણની જરૂર નથી પડતી. ચોકલેટ સ્વાદિષ્ટ છે તેની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ એટલી જ લાભદાયી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Deewaar ફિલ્મમાં કેમ અમિતાભ બચ્ચને મારી હતી શર્ટને ગાંઠ? જાણો મજબૂરીમાં મારેલી ગાંઠ કઈ રીતે બની ગઈ ફેશન


ચોકલેટ ડેનો ઈતિહાસ:
વિશ્વ ચોકલેટ ડે વર્ષ 1550માં યૂરોપમાં ચોકલેટની શરૂઆતની યાદ અપાવે છે. આ પહેલાં ચોકલેટ અમુક ખાસ વિસ્તાર અને દેશો પૂરતી સીમિત હતી. જેમ કે, દક્ષિણ અને મધ્ય અમેરિકા અને મેક્સિકોના અમુક ભાગોમાં જ ચોકલેટ મળતી હતી. ચોકલેટની શોધ વિદેશી આક્રમણકારિયોએ કરી હતી. ચોકલેટ જ્યાં જ્યાં પહોંચી ત્યાં તે લોકોને ભાવતી થઈ ગઈ. વર્ષ 1519માં સ્પેનિશ સંસોધનકર્તા હર્નાન કોર્ટેસને ચોકલેટવાળું ડ્રિન્ક આપવામાં આવ્યું હતું. અને તે ડ્રિન્કને તેઓ સ્પેન પોતાની સાથે લઈ ગયા. તેના સ્વાદને વધુ સારો બનાવવા માટે વેનિલા, ચીની અને દાલચીનીને તેમાં ભેળવી દીધી. સ્પેનિશ આક્રમણ પછી વર્ષ 1600ના દશકમાં આ પીણાએ ઈંગલેન્ડ અને ફ્રાંસમાં લોકપ્રિયતા હાંસલ કરી. 1800 ના દશકમાં ચોકલેટના ખાદ્યપદાર્થો બનાવવામાં આવ્યા હતા. ધીરે ધીરે વિશ્વભરમાં ચોકલેટ આધારિક અનેક વ્યંજનો બનવા લાગ્યા અને તે લોકોને પસંદ પણ આવ્યા.


રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!


ચોકલેટ અને વિશ્વ ચોકલેટ દિવસ વિશે અમુક સત્ય:
એજ્ટેક સંસ્કૃતિમાં ચોકલેટ માત્ર એક સ્વાદિષ્ટ, કડવું પીણું ન હતું, પણ તેને મુદ્રાના રૂપમાં પણ ઉપયોગ કરાતી હતી. વિશ્વનું 30 ટકા કોકો આફ્રિકામાં ઉગાડવામાં આવે છે. પરંતુ કોકો બીનનો ઉદ્દભવ એમેઝોનમાં થયો હતો. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, રંગો પણ આપણા સ્વાદની ધારણા પર અસર કરે છે.


જણાવી દઈકે, બીજા પણ અનેક દિવસો છે જ્યારે ચોકલેટ ડે મનાવવામાં આવે છે. જેમ કે, વ્હાઈટ ચોકલેટ ડે 22 ડિસેમ્બરે, મિલ્ક ચોકલેટ ડે 28 જુલાઈએ, ચોકલેટ કવર્ડ એનીથિંગ ડે 16 ડિસેમ્બરે, બિટરસ્વીટ ચોકલેટ ડે 10 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે.

પ્રેમની કોઈ ભાષાના હોય અને દરેકની પ્રેમિકા રાધા ન હોય, 22 વર્ષ નાની સાયરાએ 55 વર્ષ સુધી પકડી રાખ્યો યુસુફનો હાથ

Dilip Kumar In Memory: ટ્રેજેડી કિંગે આ રીતે કહી હતી પોતાના દિલની વાત, જાણો તેમના જીવનની અનકહી કહાની

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube