નવી દિલ્હી: ચોખ્ખુ આકાશ, ચોખ્ખુ પાણી, ચોખ્ખી હવા.... લોકડાઉનના આ સમયગાળામાં પણ લોકોને આ બધુ જોઈને ખુબ આનંદ થઈ રહ્યો છે. આટલા લાંબા સમય બાદ જાણે અનેક સદીઓ પછી ધરતી જાણે ઊંડા શ્વાસ લઈ રહી છે. પર્યાવરણ નિષ્ણાતોનું કહેવું છે કે લોકડાઉનની ધરતી પર મોટી અસર પડી છે. આજે વર્લ્ડ અર્થ ડે છે. લોકડાઉન એ ધરતી માટે એક મોટી ભેટ સાબિત થઈ રહ્યો છે. આપણે જાણવું જરૂરી છે કે આ લોકડાઉનની આવનારા સમયમાં શું પ્રકૃતિને, ધરતીને, પૃથ્વીને ફાયદો થશે. આપણે આગળ પણ કઈ રીતે આપણી પૃથ્વીને આટલી જ સુંદર રાખી શકીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પર્યાવરણના જાણકાર ભૂષણનું કહેવું છે કે કોરોના વાયરસના કેરના કારણે આજે સમગ્ર દુનિયામાં લોકડાઉનના નિયમોનું પાલન થઈ રહ્યું છે. ભાગતી દુનિયાની ઝડપ ઓછી થઈ છે. કાર્બન ઉત્સર્જન ખુબ ઓછું થઈ રહ્યું છે. જેના કારણે ગ્લોબલ વોર્મિંગ પણ ઓછું થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કાર્બન ઉત્સર્જન 5 ટકા ઘટશે. જેનો ફાયદો સીધો આપણા જીવન પર જોવા મળશે. 


તેઓના કહેવા મુજબ પ્રદૂષણની વાત કરીએ તો લોકડાઉનમાં વાયુ અને જળ પ્રદૂષણ પર નિયંત્રણ આવ્યું છે. આ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણ પણ ઓછું થયું છે. જેની અસર એ છે કે જાનવરો અને જીવજંતુ બહાર નીકળે છે. તેમને પણ ખુબ રાહત મળી છે. 


શું તમે વિચારી શકો છો કે આપણે અત્યાર સુધી જે કામ કર્યા તેનાથી પૃથ્વીને કેટલી બરબાદી ઝેલવી પડી છે. જે હાલ તો ખુબ ઓછી થઈ ગઈ છે. 2016ના એક રિપોર્ટ મુજબ 6 અબજ  કિલોગ્રામ ઔદ્યોગિક કચરો રોજ સમુદ્રમાં ઠલવાતો હતો જે હવે નહિવત જેવું છે. 


જો ભારતની વાત કરીએ તો દેશમાં દર વર્ષે પ્રદૂષણના કારણે 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ઝેલવું પડે છે. જ્યારે જળ પ્રદૂષણના આંકડા દર્શાવે છે કે દર 8 સેકન્ડમાં એક બાળક ગંદા પાણીના કારણે મરે છે. વાયુ પ્રદૂષણનું સ્તર પણ એ ખતરનાક સ્તરે પહોંચ્યું હતું કે માત્ર મુંબઈમાં એક સ્વસ્થ વ્યક્તિનું શ્વાસ લેવું એ 100 સિગરેટ બરાબર જોા મળતું હતું. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube