નવી દિલ્હીઃ આજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. એક સ્વચ્છ પર્યાવરમમાં એક સ્વસ્થ મનુષ્યનો વિકાસ થાય છે. પર્યાવરણને સ્વચ્છ રાખવું આપણી પ્રાથમિક જવાબદારી છે. પર્યાવરણની સીધી અસર આપણા જીવન પર પડે છે, પરંતુ આજના સમયમાં ઝડપથી ભાગતા મનુષ્યએ પર્યાવરણને ખતરામાં મુકી દીધુ છે. દુનિયાને આ ખતરાથી માહિતગાર કરાવવા માટે તથા લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવસે લોકોને અપીલ કરવામાં આવે છે કે તે પોતાની આસપાસ કુદરતી સંસાધનોને સુરક્ષિત રાખવા માટે પ્રયાસ કરે. પર્યાવરણને સારૂ રાખવા માટે સતત પ્રયાસો કરવા આપણા બધાનું કર્તવ્ય છે. આજે જે રીતે લોકો બીમાર પડી રહ્યું છે, તેનું કારણ આપણી જીવનશૈલીમાં આવેલા પરિવર્તનની સાથે પ્રદૂષિત પર્યાવરણ પણ છે. આજે આપણી પાસે શ્વાસ લેવા માટે શુદ્ધ હવા નથી તો પીવા માટે શુદ્ધ પાણી નથી. અનેક પ્રકારના પ્રદૂષણને કારણે પર્યાવરણને ખુબ હાની પહોંચી છે. જો પર્યાવરણ જાળવવા માટે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આવનારી પેઢીએ તેના ખતરનાક પરિણામ ભોગવવા પડશે. 


શું છે આ વર્ષની થીમ
વિશ્વ પર્યાવરણ દિવસ 2022ની થીમ 'ઓનલી વન અર્થ' એટકે કે માત્ર એક પૃથ્વી છે. 1972માં સ્ટોકહોમમાં સંમેલન થયું, જેમાં ઓનલી વન અર્થનો નારો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વાર્ષિક વૈશ્વિક કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આ સંમેલનને 50 વર્ષ પૂરા થવા પર આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની યજમાની સ્વીડન કરી રહ્યું છે. 


જાણો વિશ્વ પર્યાવરણ દિવસનો ઈતિહાસ
દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય પર્યાવરણ પ્રત્યે લોકોને જાગરૂત કરવાનો છે. વિશ્વમાં પર્યાવરણ પર ગંભીર અસર પડી છે અને તેના કારણે માનવ જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. 5 જૂન 1972ના સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ પર્યાવરણ દિવસનો પાયો નાખ્યો, ત્યારબાદ દર વર્ષે જુદી-જુદી થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રથમવાર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 5 જૂન 1972ના સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં કરવામાં આવી હતી. 


પર્યાવરણ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો
- મીડિયા રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં દરરોજ 27 હજાર વૃક્ષો કાપવામાં આવી રહ્યાં છે.
- ધરતીમાં કુલ 71 ટકા પાણી છે, જેમાંથી 1 ટકા પાણી એવું છે જેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ.
- 78% સમુદ્રી જીવોને પ્લાસ્ટિકથી મોતનો ખતરો છે.
- પૃથ્વી પર કીડીઓનું કુલ વજન મનુષ્યના કુલ વજન કરતાં વધુ છે.
- દુનિયામાં 7 અબજ લોકો છે અને લગભગ 100 ટ્રિલિયન કીડીઓ છે.
- એક કાંચની બોટલને સડવામાં લગભગ 1 મિલિયન વર્ષનો સમય લાગે છે એટલે કે 5 હજાર વર્ષ પહેલાં ઉપયોગ કરાયેલી બોટલ આજે પણ પર્યાવરણમાં હાજર હોઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube