એક વર્ષ બાદ WHOનું ચોંકાવનારું નિવેદન, વુહાનમાંથી નથી આવ્યો કોરોના વાયરસ
- નિર્ણાયક પુરાવાને જોયા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને અંતે પુષ્ટિ કરી કે, કોરોના વાયરસ વુહાનથી નથી આવ્યો.
- વુહાને બસ સૌથી પહેલા વાયરસ વિશે માલૂમ કર્યું છે અન સૌથી પહેલા રિપોર્ટ કર્યો
ઝી મીડિયા/બ્યૂરો :વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના હેલ્થ (WHO) ઈમરજન્સી કાર્યક્રમના કાર્યકારી નિર્દેશક ડો.માઈકલ રયાને 23 નવેમ્બરના રોજ ન્યૂઝ બ્રીફિંગમાં કહ્યું કે, કોરોના વાયરસ (corona virus) સંભવત બહુ જ પહેલા દુનિયાના વિવિધ સ્થળો પર ફેલાઈ ચૂક્યો હતો અને અનેક લોકોને કદાચ વિવિધ સમયે સંક્રમિત પણ કરી ચૂક્યો હતો. ડો. રયાને કહ્યું કે, વધુ સૂચનાથી શક્ય છે કે કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં મોજૂદ છે. રિસર્ચ કરનારાઓને હાલમાં જ ચામાચીડિયાના શરીરમાં આ વાયરસ મળ્યો હતો. અન્ય જગ્યાઓ પર વાયરસના સંભવિત સ્ત્રોત મળી આવ્યા છે. હાલ એ નક્કી કરી શકાતુ નથી કે, મનુષ્ય કે પછી પ્રાણી, કોણે કોરોના વાયરસનો પ્રસાર કર્યો છે. બસ, આ વાયરસ વુહાન (Wuhan city) ના સમુદ્રી ખોરાક માર્કેટમાં મળી આવ્યો છે.
મહામારી ફેલાવાની શરૂઆતમાં વુહાન અને હુપેઈ પ્રાંતની આલોચના બહુ જ તીવ્ર હતી. એટલુ જ નહિ, કેટલાક દેશોએ કોરોના વાયરસને વુહાન વાયરસ પણ નામ આપ્યું. વારંવાર ચીન પર શાબ્દિક હુમલો કરાયો. પરંતુ ભલે તે ઈટલી, સ્પેન કે ફ્રાન્સ હોય, વાયરસ સપ્ટેમ્બર 2019 પહેલા રક્ત, અપશિષ્ટ જળ કે રોગના કેસમાં મળી આવ્યો હતો. આ નિર્ણાયક પુરાવાને જોયા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને અંતે પુષ્ટિ કરી કે, કોરોના વાયરસ વુહાનથી નથી આવ્યો.
આ પણ વાંચો : 30 મુસાફરોને લઈ જતી લક્ઝરી બસે બારડોલી પાસે પલટી મારી, અકસ્માત બાદ ડ્રાઈવર ભાગી છૂટ્યો
હવે ડબલ્યુએચઓનો નિર્ણય આવી ચૂક્યો છે. વુહાને બસ સૌથી પહેલા વાયરસ વિશે માલૂમ કર્યું છે અન સૌથી પહેલા રિપોર્ટ કર્યો છે. તેનાથી ન માત્ર સાબિત થયુ છે કે, વુહાન નિર્દોષ છે, પરંતુ એ પણ સાબિત થયું કે, કેટલાક દેશોએ ખરાબ હેતુ સાથે ચીન પર વાર કર્યો અને મહામારીની રાજનીતિ કરી.
વાસ્તવમાં હુપેઈ પ્રાંત અને વુહાન શહેરના લોકોએ સરકારના નિર્દેશનમાં આવેલ અને તમામ ચીની લોકોની સહાયતામા મહામારીને રોકવા માટે ભારે પ્રયાસ કર્યા અને મોટી કિંમત પણ ચૂકવી છે. તે માનવ જાતિ માટે ચીની લોકોનું મહાન યોગદાન સાબિત કરે છે. નહિ તો સમગ્ર દુનિયામાં મહામારીની સ્થિતિ વધુ ખરાબ બની હોત.
આ પણ વાંચો : મળી ગયું ઈસુ ખ્રિસ્તના બાળપણનું ઘર, બ્રિટિશ સંશોધકે કર્યો મોટો દાવો
અનેક રિસર્ચ બાદ એ સાબિત થયું કે, કોરોના વાયરસ લેબોરેટરીમાં બનાવવામાં નથી આવ્યો અને કૃત્રિમ વાયરસ તો જરા પણ નથી. અમેરિકાન વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં જાહેર કર્યું કે, કોરોના વાયરસ કુદરતી રીતે પેદા થયો છે. અમેરિકાની તુલેન યુનિવર્સિટીના પ્રોફેસર રોબર્ટ ગૈરીએ વિજ્ઞાન જનરલ કુદરતી ચિકિત્સા પર થીસિર જાહેર કરીને કહ્યું કે, વુહાનમાં કોવિડના 19ના કેસ છે. પરંતુ વુહાન મહામારીનું સ્ત્રોત નથી તે પણ સત્ય છે.