શું દારૂના સેવનથી મરે છે કોરોના વાયરસ? WHO એ કર્યો આ ખુલાસો
ભારતમાં ઘાતક નોવેલા કોરોના વાયરસ (Corona Virus)થી પ્રભાવિત લોકોની સંખ્યા 31 થઇ ગઇ છે, જેના લીધે લોકોની અંદર ડરનો માહોલ છે. ભયના કારણે લોકો ઇન્ટરનેટના માધ્યમથી ફેલાનાર અફવાઓને સાચી માનવા લાગ્યા છે. આ અફવાઓ વચ્ચે ઘાતક વાયરસથી બચવા માટે દારૂનું સેવન કરવાના સમાચાર ફેલાઇ રહી છે
નવી દિલ્હી: ભારતમાં ઘાતક નોવેલા કોરોના વાયરસ (Corona Virus)થી પ્રભાવિત લોકોની સંખ્યા 31 થઇ ગઇ છે, જેના લીધે લોકોની અંદર ડરનો માહોલ છે. ભયના કારણે લોકો ઇન્ટરનેટના માધ્યમથી ફેલાનાર અફવાઓને સાચી માનવા લાગ્યા છે. આ અફવાઓ વચ્ચે ઘાતક વાયરસથી બચવા માટે દારૂનું સેવન કરવાના સમાચાર ફેલાઇ રહી છે અને કહેવામાં આવ્યું છે કે દારૂના સેવનથી કોરોના વાયરસના કિટાણુ મરી જાય છે. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)ના અનુસાર આ સત્ય નથી.
કોરોના વાયરસને લઇને ફેલાઇ રહેલા સમાચાર અને અફવાની કાલ્પનિક વાતોને તોડવા ડબ્લ્યૂઓએ કહ્યું કે શરીરમાં વાયરસ ગયા બાદ, ક્લોરીન અથવા દારૂના છંટકાવથી કોઇપણ વાયરસ મરતા નથી. વર્લ્ડ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર આ પ્રકારે પદાર્થોના છંટકાવ કપડા, આંખો અને મોંઢા માટે હાનિકારક છે.
તેમણે આગળ કહ્યું કે ધ્યાન રાખો કે ક્લોરીન અને દારૂના ઉપયોગથી કીટાણુનાશક પડ માટે લાભદાયક છે પરંતુ તેમનો ઉપયોગ વિશેષજ્ઞોની સલાહ પર કરો. સંગઠનના અનુસાર, નવા કોરોના વાયરસથી બચવા માટે પોતાના હાથ-હાથને વારંવાર ધોવો. આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર હથેળીઓ પર મસળો.
ડબ્લ્યૂએચઓએ ખુલાસો કરતાં કહ્યું કે ગરમ પાણીથી નહાવાથી તમે નવા કોરોના વાયરસથી બચી ન શકો. તેમણે એ પણ કહ્યું કે આ વાયરસ ચાઇનામાં નિર્મિત વસ્તુઓથી ફેલાતો નથી. અત્યાર સુધી વિશ્વમાં ઘાતક કોરોના વાયરસની ચપેટમાં 100,000થી વધુ લોકો આવ્યા છે અને 3,000થી વધુ લોકોના મોત નિપજ્યા છે.
શનિવાર સુધી આખા વિશ્વમાં કોરોના વાયરસના 101,492 કેસ સામે આવ્યા છે અને 3,485 લોકોના મોત નિપજ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube