WHO એ સ્વીકાર્યું, દુનિયામાં આવી ચુકી છે કોરોનાની ત્રીજી લહેર, ડેલ્ટા વેરિએન્ટને ગણાવ્યો ખતરનાક
ટેડ્રોસે કહ્યુ- ડેલ્ટા વેરિએન્ટ હવે વિશ્વના 111 દેશોમાં પહોંચી ચુક્યો છે. અમને આશંકા છે કે આ જલદી દુનિયામાં કોરોના સંક્રમણનો સૌથી ઘાતક સ્ટ્રેન સાબિત થશે.
જિનેવાાઃ ભારતમાં ભરે કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે તે આવી ગઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયેસસે બુધવારે કહ્યુ કે, કોરોનાની ત્રીજી લહેર પોતાના શરૂઆતી તબક્કામાં છે. વિશ્વમાં કોરોનાના કેસ અને મોતના વધી રહેલા આંકડાને લઈને તેમણે આ વાત કહી છે. ટેડ્રોસે કહ્યુ- દુર્ભાગ્યથી આપણે કોરોના સંક્રમણની ત્રીજી લહેરના શરૂઆતી તબક્કામાં છીએ. વિશ્વમાં કોરોના સંકટનો સામનો કરવા બનેલી ઇમરજન્સી કમિટીને સંબોધિત કરતા WHO પ્રમુખે આ વાત કહી છે.
ટેડ્રોસે કહ્યુ- ડેલ્ટા વેરિએન્ટ હવે વિશ્વના 111 દેશોમાં પહોંચી ચુક્યો છે. અમને આશંકા છે કે આ જલદી દુનિયામાં કોરોના સંક્રમણનો સૌથી ઘાતક સ્ટ્રેન સાબિત થશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધ્યક્ષે કહ્યુ કે કોરોના વાયરસ સતત પોતાનું રૂપ બદલી રહ્યો છે અને ખતરનાક વેરિએન્ટ તરીકે સામે આવી રહ્યો છે. ટેડ્રોસે કહ્યુ કે ઉત્તરી અમેરિકા અને યૂરોપમાં વેક્સિનેશનની ગતિ ઝડપી હોવાને કારણે કોરોના કેસો અને મોતમાં થોડા સમય માટે ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે ફરીથી સ્થિતિ બદલાય છે અને ટ્રેન્ડ ઉંધો થઈ ગયો છે.
આ પણ વાંચોઃ હેડકીએ આ દેશના રાષ્ટ્રપતિની હાલત ખરાબ કરી, હોસ્પિટલમાં દાખલ, સર્જરી થઈ શકે છે
તેમણે કહ્યું કે, ફરી વિશ્વમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ટેડ્રોસે કહ્યું કે પાછલુ સપ્તાહ સતત એવું વીક હતું જ્યારે કોરોના કેસોમાં કમી જોવા મળી હતી. પરંતુ હવે વધારો શરૂ થઈ ગયોછે. આ સિવાય મોતોનો આંકડો પણ સતત 10 સપ્તાહના ઘટાડા બાદ વધી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફે વધતા કેસોનેું કારણ કોરોના પ્રોટોકોલનો થઈ રહેલા ભંગને ગણાવ્યું છે. મહત્વનું છે કે ગુરૂવારે ભારતમાં પણ નવા કેસોનો આંકડો 40 હજારને પાર પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube