World Malaria Day 2023: દર વર્ષે મેલેરિયાથી મરી રહ્યાં છે લાખો લોકો, અનેક ગંભીર રોગો કરતાં પણ છે વધુ ખતરનાક!
World Malaria Day 2023: વિશ્વમાં 25 એપ્રિલે મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. WHOએ દેશોને મેલેરિયાને જડમૂળથી નાબૂદ કરવા વિનંતી કરી છે. ભારત મેલેરિયાને નાબૂદ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે.
World Malaria Day 2023: મેલેરિયા એક સમયે વિશ્વમાં રોગચાળા તરીકે ઉભરી આવ્યો હતો. પણ જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું. મેલેરિયા તેટલો ભયંકર નથી રહ્યો. જો કે વિશ્વના ઘણા દેશોમાં સારવારના અભાવે આજે પણ મેલેરિયાના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. દર વર્ષે 25 એપ્રિલે મેલેરિયા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોને મેલેરિયાના લક્ષણો અને તેનાથી બચવા માટે જાગૃત કરવાનો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મેલેરિયા નાબૂદી માટે ખૂબ જ ગંભીર છે. આ વખતે WHOએ વિશ્વ મેલેરિયા દિવસને લઈને મોટી વાત કહી છે.
મેલેરિયા સામે લડવા માટે તમામ દેશો એકજૂટ થાય
WHO એ વિશ્વ મેલેરિયા દિવસ 2023 પર મેલેરિયાથી પ્રભાવિત તમામ દેશોને મેલેરિયા સામે લડવા માટે એક થવા વિનંતી કરી છે. મેલેરિયાને રોકવા, નિદાન અને સારવાર માટે ઉચ્ચ તકનીકી સાધનોનો ઉપયોગ કરો. મેલેરિયાના ખતરા વિશે દરેક વ્યક્તિએ જાગૃત રહેવું જોઈએ.
આ પણ વાંચો:
હર હર મહાદેવના જયકાર સાથે ખુલ્યા કેદારનાથ મંદિરના કપાટ, ફૂલોથી સુશોભિત પરિસર
સંકટમાં ગુજરાત! આગામી સમયમાં ખતરો બની શકે છે દરિયો, તમે પણ વાંચો આ રિપોર્ટ
કારના એન્જીનમાં 48 KM સુધી ફસાયો નાનકડો જીવ, પછી જે થયું તે જોઇ તમે પણ...
ઘણા લોકો મૃત્યુ પામ્યા
વૈશ્વિક આંકડાઓ અનુસાર, વર્ષ 2020માં વિશ્વમાં મેલેરિયાથી 6,25,000 લોકોના મોત થયા હતા, જ્યારે વર્ષ 2021માં આ આંકડો 6,19,000 હતો. એ જ રીતે, વર્ષ-દર વર્ષે મેલેરિયાના કારણે મૃત્યુના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોરોના હોવા છતાં માલદીવ અને શ્રીલંકા મેલેરિયા મુક્ત દેશો છે.
ભારતે 2030 સુધીમાં મેલેરિયાને ખતમ કરવાનું લક્ષ્ય રાખ્યું છે
WHO વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2021 અનુસાર, ભારતમાં વૈશ્વિક સ્તરે મેલેરિયાના કેસ 1.7 ટકા અને મૃત્યુ 1.2 ટકા છે. ભારતે 2030 સુધીમાં મેલેરિયાને નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તે જ સમયે, વિશ્વ આરોગ્ય સંસ્થા પણ આગામી સમયમાં વિશ્વમાં મેલેરિયાના અંતને જોવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો:
મે મહિનામાં આ રાશિની બમ્પર શરૂઆત, શુક્ર ગોચરથી માન-સન્માન અને પૈસા બધુ મળશે
ગુજરાતને પાણીદાર બનાવવાના સરકારના દાવા પોકળ, નળ પહોંચી ગયા પણ હજુ પાણી નથી પહોંચ્યું
રાશિફળ 25 એપ્રિલ: મિથુન સહિત આ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી દિવસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube