World Most Expensive Fish Bluefin Tuna: બ્લુફિન ટુના વિશ્વની સૌથી મોંઘી માછલી તરીકે જાણીતી છે. આ માછલી ટુના પ્રજાતિમાં સૌથી મોટી છે. તેની પાણીમાં તરવાની ઝડપ ખૂબ જ ઝડપી હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ માછલી 3 મીટર લાંબી અને 250 કિલો વજન સુધીની હોઈ શકે છે. તે અન્ય નાની માછલીઓને પોતાનો શિકાર બનાવે છે. આ માછલી ગરમ લોહીવાળી હોય છે. પ્રોટીન અને ઓમેગા-3થી ભરપૂર આ માછલીનો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ થાય છે.


આ પણ વાંચો:
અતીક-અશરફની હત્યાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, પૂર્વ જજ દેખરેખમાં તપાસની માંગ
રાશિફળ 17 એપ્રિલ: આ રાશિના લોકો આજે સાવધાન રહે, વૃશ્ચિક રાશિને થશે ધન લાભ
કોણ છે તે મહિલા જેના શ્રાપથી ખતમ થઈ ગયો અતીકનો પરિવાર? તમે પણ જાણો સમગ્ર કહાની


બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, જાપાનના ટોક્યોના ટોયોસુ ફિશ માર્કેટમાં જાયન્ટ બ્લુફિન ટુના ખરીદવા માટે $273,000 એટલે કે 2 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. આ બ્લુફિન ટુનાનું વજન 212 કિલો હતું.


બ્લુફિન ટુના તેની ઝડપ અને સમુદ્રમાં ઊંડા ઉતરવાની ક્ષમતા માટે પ્રખ્યાત છે. આ માછલીની ઉંમર લગભગ 40 વર્ષ છે. લુપ્ત થવાના આરે ઉભેલા હોવાને કારણે બ્લુફિન ટુનાના શિકાર પર પ્રતિબંધ છે અને જો પકડાય તો જેલ અને દંડ પણ થઈ શકે છે.


આ પણ વાંચો:
આખરે એવું તે શું રંધાયું? ગુજરાત કોંગ્રેસમાં મોટી હિલચાલ, ખાનગી હોટલમાં બેઠક યોજાઈ
શિમરોન હેટમાયરની તોફાની અડધી સદી, રોમાંચક મેચમાં રાજસ્થાન સામે હાર્યું ગુજરાત
9 કલાકની પૂછપરછ બાદ CBI ઓફિસમાંથી બહાર આવ્યા કેજરીવાલ, બહાર આવીને કહ્યું કે....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube