World Most Expensive Salt: 1 કિલો મીઠું ખરીદવા માટે તમારે ચૂકવવા પડશે 8 લાખ ત્રણ હજાર રૂપિયા
World Most Expensive Salt: દુનિયાનું સૌથી મોંઘું મીઠું, એક પેકેટની કિંમત એટલી કે ભારતમાં મકાન ખરીદી શકાય. આ મીઠાને આઈસલેન્ડિંગ સોલ્ટ તરીકે જાણીતું છે. આઈસલેન્ડિંક સોલ્ટે તે દરેક વ્યક્તિના વિચારને બદલીને રાખી દીધો છે. જે આ વિચારે છે કે મીઠું સસ્તું મળે છે.
જયેશ જોશી, અમદાવાદઃ મીઠું, તમારા ડાઈનિંગ ટેબલ પર સજાવેલી દરેક ડિશનો સ્વાદ વધારવા માટે સૌથી જરૂરી વસ્તુ. જો તમારા ભોજનમાં મીઠું નહીં નાંખો તો ભલે તમે ગમે તેટલી મહેનત કરી ન હોય. તેની કોઈ મજા નહીં આવે. આજે અમે તમને એવા મીઠા વિશે માહિતી આપીશું, જે દુનિયામાં સૌથી મોંઘુ છે. પરંતુ તેમ છતાં તે દરેક શેફનું સૌથી ફેવરિટ મીઠું છે. જાણે કયું મીઠું છે અને કેમ તે આટલું મોંઘું છે.
AMITABH BACHHAN બનશે SUNNY LEONE ના પાડોશી! આટલી ઉંમરે વળી Big B ને આ શું સુજ્યું?
90 ગ્રામની કિંમત 803 રૂપિયા:
આ મીઠાને આઈસલેન્ડિક મીઠું કહેવામાં આવે છે. આઈસલેન્ડિક મીઠાએ દરેક વ્યક્તિના વિચારને બદલીને રાખી દીધો છે. જે એમ વિચારે છે કે મીઠું તો સસ્તું જ મળે છે. ટેબલ મીઠું ભોજન બનાવવા માટે ઉપયોગમાં આવનારો તે પદાર્થ છે જે આખી દુનિયામાં સામાન્ય છે. એક ટેબલ મીઠું બીજા બધા ટેબલ મીઠાથી અલગ છે. આઈસલેન્ડિક મીઠાને ખરીદવું તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. આ મીઠાના માત્ર 90 ગ્રામ માટે તમારે લગભગ 11 ડોલર એટલે ભારતીય રૂપિયામાં 803 રૂપિયા ચૂકવવા પડશે. એટલે જો તમારે એક કિલો મીઠું ખરીદવું હશે તો તમારે લગભગ 8 લાખ ત્રણ હજાર રૂપિયા ચૂકવવા પડશે.
ADULT STAR બનવા 26 વર્ષની યુવતીએ છોડી પોલીસની નોકરી! હવે કરે છે કરોડોની કમાણી, જુઓ PICS
કોઈ લક્ઝરીથી ઓછું નથી મીઠું:
આ મીઠું કોઈ લક્ઝરી આઈટમથી ઓછું નથી. અને તેની શોધ હાલના કેટલાંક વર્ષોમાં જ થઈ છે. આઈસલેન્ડિક મીઠાને આઈસલેન્ડના ઉત્તરી-પશ્વિમી ભાગમાં હાથથી તૈયાર કરવામાં આવે છે. આ મીઠું આઈસલેન્ડના વેસ્ટફ્યોર્ડસમાં આવેલ સોલ્ટવર્કની ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે. આ જગ્યા સંપૂર્ણ રીતે પહાડી છે અને વર્ષમાં અનેક દિવસો સુધી ત્યાં ભારે બરફ પડતાં તે બંધ રહે છે. એક રોડ ટનલ બનાવ્યા પછી 1996માં અહીંયા સ્થિતિ સારી થવાની શરૂઆત થઈ હતી. આ જગ્યા પર દર વર્ષે 10 મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે. અનેક અઠવાડિયાની મહેનત પછી આ મીઠું તૈયાર થાય છે અને બધું કામ હાથથી જ કરવામાં આવે છે.
આ મીઠું કેમ મોંઘું હોય છે:
મીઠું બનાવવાની પ્રોસેસિંગ તેને વધારે ખાસ અને દિલચશ્પ બનાવે છે. આ મીઠાને જિયોથર્મલ એનર્જીથી મળેલા પાવરથી તૈયાર કરવામાં આવે છે. જિયોથર્મલ પાવર એટલે ભૂ-તાપીય ઉર્જા. અહીંયા ગ્રીક મેટલ જિયોથી આવ્યા છે. રેકિન ટાપુ પર રહેલ જિયોથર્મલ એનર્જીનો ઉપયોગ કરીને આ મીઠાને તૈયાર કરવામાં આવે છે. રેકિન ટાપુ પર દુનિયાનું સૌથી શુદ્ધ પાણી રહેલું છે.
કઈ રીતે તૈયાર થાય છે મીઠું:
સમુદ્રના પાણીને મીઠાની જગ્યા પર લાવવામાં આવે છે. તેના પછી તેને મોટી બિલ્ડિંગ્સમાં પાઈપ દ્વારા મોકલવામાં આવે છે. અહીંયા પર અનેક પુલ બનેલા હોય છે. અને દરેક પુલમાં રેડિયેટર્સ હોય છે. આ રેડિયેટર્સની મદદથી પાણી વહે છે અને સી-વોટરને ગરમ કરે છે. જેમ-જેમ તાપી બાષ્પ બનીને ઉડે છે, તેમ-તેમ મીઠું ઝડપથી એક જગ્યાએ એકઠું થવા લાગે છે. ટેન્કથી લઈને પેન અને ડ્રાઈંગ રૂમ બધુ ગરમ પાણીથી સજ્જ હોય છે. જયારે મીઠું બનીને તૈયાર થાય છે તો કે હળવા લીલા રંગનું હોય છે.
Bikini Girl: Ruhi Singh ની આ હોટ અદાઓ જોઈને તમે પણ થઈ જશો તેના દિવાના, જુઓ Pics
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube