23 વર્ષ નાની યુવતી બની સૌથી અમીર શખ્સની નવી ગર્લફ્રેન્ડ! આ અપ્સરાનો Video જોવા દુનિયાભરમાં લાગી હોડ!
એલન મસ્કના અફેરના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે હાલમાં જ તેમને નતાશા બેસેટની સાથે પોતાના પ્રાઈવેટ જેટમાં યાત્રા કરતા જોવામાં આવ્યા.
ન્યૂયોર્ક: સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ છે. 50 વર્ષીય મસ્કને હાલમાં જ એક અજાણી યુવતી સાથે જોવામાં આવ્યા. હવે સામે આવ્યું છે કે તે યુવતી બીજી કોઈ નહીં પરંતુ 27 વર્ષીય ઓસ્ટ્રેલિયન અભિનેત્રી નતાશા બેસેટ છે. રિપોર્ટ્સ પ્રમાણે મસ્ક અને નતાશા એકબીજાને ડેટ કરી રહ્યા છે. નતાશા અરબપતિ એલન મસ્કની નવી ગર્લફ્રેન્ડ છે. મસ્કના અફેરના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે હાલમાં જ તેમને નતાશા બેસેટની સાથે પોતાના પ્રાઈવેટ જેટમાં યાત્રા કરતા જોવામાં આવ્યા. ફોર્બ્સ પ્રમાણે મસ્ક આ સમયે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. જોકે તે લગભગ 16,792 અરબ રૂપિયાના માલિક છે.
મસ્કની નવી પ્રેમિકા નતાશા-
રિપોર્ટ્સનુ માનીએ તો એલન મસ્ક અને નતાશા બેસેટ છેલ્લાં કેટલાંક મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. મસ્ક પોતાની ત્રીજી પત્ની ગ્રીમ્સથી સપ્ટેમ્બર 2021માં અલગ થયા હતા. તેના પછી તે હવે નતાશાની સાથે રિલેશનશીપમાં આવી ગયા છે. ગ્રિમ્સની સાથે સંબંધથી તેમને એક પુત્ર છે. જેનો જન્મ મે 2020માં થયો હતો. મસ્ક ત્રણ વાર લગ્ન કરી ચૂક્યા છે. જેનાથી તે કુલ 6 બાળકોના પિતા છે.