પત્નીને ઉંઘની ગોળીઓ આપી પતિ જ કરાવતો હતો રેપ, રોજ ઘરે આવતા હતા ગ્રાહકો
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પતિ મહિલાના ભોજન અને વાઈનમાં ઉંઘની ગોળીઓ ભેળવી દેતો હતો. ત્યારબાદ ઓનલાઈન ચેટીંગથી લોકોનો સંપર્ક કરતો હતો. આ સમયે તે લોકોને પોતાની પત્ની પર રેપ કરવા માટે ઈન્વાઈટ કરતો હતો.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ફ્રાંસની એક મહિલાની એક દર્દનાક સ્ટોરી બહાર આવી છે. જેને સાંભળીને તમને એમ થશે કે હવે કોની પર વિશ્વાસ કરવો. મહિલાના પતિએ એક દાયકા સુધી પત્ની પર રેપ કરાવ્યો, આ સમયે 50થી 100 પુરૂષોને પોતાના ઘરે બોલાવ્યા અને પત્નીનો બળાત્કાર કરાવ્યો. હેવાનિયતની પણ હદ વટાવી જાય એવો આ કિસ્સો બહાર આવ્યો છે.
ફ્રાંસની આ મહિલા સાથે રેપ સમયે નિર્લજજ પતિ આ બળાત્કારનો વીડિયો પણ બનાવતો હતો. પત્નીની તસવીરોન પણ તેને ખેંચાવી હતી. મહિલાના પતિની ઓળખ 71 વર્ષના ડોમિનિક પોલિકોટ તરીકે થઈ છે. પોલીસે એના ઘરના કોમ્પ્યુટરમાંથી હજારોની સંખ્યામાં તસવીરો અને વીડિયો મળી આવ્યા છે. આ તમામમાં અલગ અલગ વ્યક્તિઓ તેની પત્ની પર રેપ કરતાં નજરે ચડ્યા હતા. આ કેસની સુનાવણી હાલમાં કોર્ટમાં ચાલી રહી છે પત્નીએ કહ્યું મને કચરાના ડબ્બાની જેમ મારો ઉપયોગ કરાયો છે.
72 વર્ષની આ મહિલાનો કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે. પત્ની પોતાની વાત કહી રહી હતી ત્યારે પતિ મોઢું નીચું કરીને તમામ બાબતો સાંભળી રહ્યો હતો. મહિલાએ કહ્યું તેનો ઉપયોગ એક ઢીંગલીની જેમ થયો છે. મહિલાએ કહ્યું હવે મારી કોઈ ઓળખાણ રહી નથી. ઈન્ડિપેન્ડેટના રિપોર્ટ અનુસાર મહિલાએ કહ્યું હવે બધું જ પુરૂ થઈ ગયું છે. મારી જિંદગી ખતરામાં હતી આમ છતાં આ બળાત્કારના કિસ્સાઓ રોકાયા નથી. આ સિલસિલો 2011થી 2020 સુધી સતત ચાલ્યો છે. આ સમયે તેને એઈડ્સ થવાનો પણ ખતરો હતો પણ કોઈએ થોડો પણ તેની પર રહેમ દાખવ્યો નથી.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પતિ મહિલાના ભોજન અને વાઈનમાં ઉંઘની ગોળીઓ ભેળવી દેતો હતો. ત્યારબાદ ઓનલાઈન ચેટીંગથી લોકોનો સંપર્ક કરતો હતો. આ સમયે તે લોકોને પોતાની પત્ની પર રેપ કરવા માટે ઈન્વાઈટ કરતો હતો. રિપોર્ટ અનુસાર આ કેસમાં મહિલાના પતિ ડોમિનિક પેલિકોટ સિવાય અન્ય 50 લોકો પર પણ ટ્રાયલ ચાલી રહ્યો છે. જેમની ઉંમર 26થી લઈને 74 વર્ષ સુધીની છે. ટેલીગ્રાફના રિપોર્ટ અનુસાર મહિલાના પતિ સિવાય 14 જણાએ રેપની વાત સ્વીકારી લીધી છે. બાકીના 35 લોકો રેપથી ઇનકાર કરી રહ્યાં છે. કેટલાક લોકો એમ પણ કહી રહ્યાં છે કે આ ઘટનામાં મહિલાની ક્યાંક ને ક્યાંક સહમતિ પણ હતી.
આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો ત્યારે 2020માં મહિલાના પતિને એક દક્ષિણિ ફ્રાંસના ગામમાં મહિલાઓના વીડિયો લેતાં પકડી લેવાયો. તે એક સુપર માર્કેટમાં કામ કરતો હતો. જે બાદ તપાસ શરૂ કરવામાં આવી એ સમયે કમ્પ્યુટરથી કનેક્ટેડ એક યુએસબી મળી આવી. આ ઓપન કરતાં જ પોલીસ ચોંકી ગઈ હતી. આ યુએસબીમાં મહિલાની 20 હજારથી વધારે તસવીરો અને વીડિયો હતા. જેમાં મહિલા સાથે સેંકડો વાર રેપ થતો જોવા મળ્યો હતો. પોલીસે જ્યારે મહિલાની પૂછપરછ કરી ત્યારે તેને આ મામલે કંઈ પણ ખબર ન હોવાનું જણાવ્યું હતું.