નવી દિલ્લીઃ ટ્વિટરને ખરીદવા પ્રયત્નો કરી ટેસ્લા અને સ્પેસ એક્સનાં માલિક ઈલોન મસ્કે પરફ્યૂમ લોન્ચ કર્યું છે. આ પરફ્યુમને તેમણે દુનિયાનું સૌથી સારૂં પરફ્યુમ ગણાવ્યું છે. પોતાની જાહેરાતને મજાક ગણતા લોકોને મસ્કે ફરી ચોંકાવ્યા. દુનિયાનાં સૌથી ધનિક વ્યક્તિ પરફ્યૂમનાં સેલ્સમેન બન્યા છે. આ વાત મજાક નહીં પણ સાચી છે. મસ્કે Burnt Hair નામે પરફ્યૂમ બ્રાન્ડ લોન્ચ કરી છે. મસ્ક પરફ્યૂમનાં વેપારમાં એટલા ખૂંપી ગયા છે કે તેમણ ટ્વિટર પ્રોફાઈલમાં પોતાની ઓળખ બદલીને પરફ્યૂમ સેલ્સમેન કરી દીધી છે. પોતાનાં પરફ્યૂમને તેમણે દુનિયાની સૌથી સારી સુગંધ ધરાવતું પરફ્યુમ ગણાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


8400 રૂપિયાનું પરફ્યૂમ-
Burnt Hair પરફ્યૂમ વેચવા માટે ઈલોન મસ્કે boringcompany નામે અલગ વેબ પેજ તૈયાર કર્યું છે. જ્યાંથી પરફ્યૂમને ઓર્ડર કરી શકાય છે. તેની કિંમત 100 ડોલર એટલે કે 8400 રૂપિયા જેટલી છે. તેના પર ત્રણ હજાર રૂપિયા જેટલો શિપિંગ ચાર્જ વધારાનો રહેશે. આ પરફ્યૂમને યુનિસેક્સ ગણાવાયું છે, એટલે કે તેનો ઉપયોગ મહિલાઓ તેમજ પુરુષો બંને કરી શકે છે. નવાઈની વાત એ છે કે ખરીદી માટે ગ્રાહક ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ પણ કરી શકે છે.    મસ્કે ટ્વિટ કરીને દાવો કર્યો છે કે અત્યાર સુધી Burnt Hair પરફ્યૂમની 10 હજાર બોટલ વેચાઈ છે. તેઓ ટૂંક સમયમાં જ 10 લાખ બોટલ્સ વેચવા આતુર છે. વેબસાઈટ પર જણાવ્યા અનુસાર પરફ્યૂમનું શિપિંગ 2023ના પહેલા ક્વાર્ટરથી શરૂ થશે.


શા માટે પરફ્યૂમ વેચી રહ્યા છે મસ્ક?
સૌને સવાલ એ થાય છે કે લોકોને અવકાશની સફરે લઈ જવાની તૈયારી કરી રહેલા દુનિયાના સૌથી ધનિક વ્યક્તિને પરફ્યૂમ વેચવાની જરૂર શું પડી. આ સવાલનો જવાબ ખુદ મસ્કે આપ્યો છે. તેઓ કહે છે કે મારા નામ પ્રમાણે મારે સુગંધનો વેપાર કરવો જરૂરી છે. મસ્કનો અર્થ કસ્તૂરી થાય છે. કસ્તૂરીની સુગંધ દુનિયાની શ્રેષ્ઠ સુગંધમાં સામેલ હોવાનું કહેવાય છે.


 



 


સોશિયલ મીડિયામાં પ્રેન્ક કરવા માટે જાણીતા ઈલોન મસ્કે જ્યારે પરફ્યૂમ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી ત્યારે સોશિયલ મીડિયામાં યુઝર્સે આ વાતને અફવા ગણાવી હતી. લોકોએ મીમ્સ પણ પણ બનાવ્યા હતા. જો કે મસ્કે પરફ્યૂમ લોન્ચ કરીને તમામને ચોંકાવી દીધા છે.