પત્નીના 224 ટુકડા કર્યા, કૂતરાને વોશિંગ મશીનમાં નાંખી માર્યું, હેવાનિયતની હદ
Wife Murder Case: હેવાનિયતની હદ પાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. ઘણી વાર કોઈને કોઈક કારણોસર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હોય છે. પણ આ ઝઘડો ઘણીવાર એ હદ સુધી પહોંચી જતો હોય છેકે, કોઈએ ક્યારેય તેનો વિચાર પણ કર્યો ના હોય. આ કિસ્સો પણ એવો જ છે.
Wife Murder Case: પતિ-પત્નીનો ઝઘડો એ હદે પહોંચ્યો કે તેનો ખૌફનાક અંજામ આવ્યો. પતિએ પોતાની પત્નીની કરપીણ હત્યા કરી. ઘટના એવી છેકે, જાણીને તમારા પણ રુંવાટા ઉભા થઈ જશે. આ ઘટના છે યૂકેની, જ્યાં એક પતિએ પાર કરી દીધી હેવાનિયની હદ. અહીં એક વ્યક્તિએ પહેલા તેની પત્નીની હત્યા કરી અને પછી તેના શરીરના ટુકડા કરી નાખ્યા. બાદમાં તેણે લાશને પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને નદીમાં ફેંકી દીધી હતી. આ હેવાન પતિએ તેની પત્નીના એક બે નહીં બલ્કે 224 ટુકડા કર્યા. બાદમાં પોલીસથી બચવા માટે તેની લાશના ટુકડાને નદીમાં ફેંકી દીધાં.
આ ઘટના છે બ્રિટનના લિંકનશાયરીની. આ ઘટના એટલી ભયાનક હતી કે, તમારો આત્મા પણ કંપી જશે. એક પતિએ તેની પત્નીના 200થી વધારે ટુકડા કરીને તેને ફેંકી દીધાં. પોલીસને શંકા જતા તેના પતિની પૂછપરછ કરવામાં આવી. પોલીસે જ્યારે તેને પૂછ્યું કે તારી પત્ની ક્યાં છે ત્યારે તેણે કહ્યું કે મને તેના વિશે ખબર નથી. તેણે મને માર્યો છે. હું તેની સાથે વાત કરતો નથી. એ ક્યાં જતી રહી છે તે મને ખબર નથી. પોલીસની શંકા વધુ ઘેરી બની અને તપાસમાં સામે આવ્યુંકે, આ હેવાન પતિએ જ પોતાની પત્નીને કરપીણ હત્યા કરી દીધી છે. આ હેવાન પતિએ પોતાની પત્નીના 200થી વધારે ટુકડા કરીને તેને નદીમાં ફેંકી દીધાં. તેણે એના પાલતુ કૂતરાને પણ આ રીતે જ મારી નાંખ્યો.
મિરરમાં છપાયેલા અહેવાલ મુજબ આરોપી પતિનું નામ નિકોલસ મેટસન છે. તેણે કથિત રીતે તેની પત્ની હોલી બ્રામલીની હત્યા કરી હતી. મેટસન અને હોલીના લગ્ન માત્ર 16 મહિના થયા હતા. હોલી મેટસનથી અલગ થવા માંગતી હતી પરંતુ તે આવું કરી શકે તે પહેલા મેટસને તેની હત્યા કરી નાખી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મેટસને હોલીને બેડરૂમમાં ચાકુ મારી હતી. ત્યારબાદ તેઓ લાશને બાથરૂમમાં લઈ ગયા અને તેના ટુકડા કરી નાખ્યા અને પછી એક પ્લાસ્ટિકની થેલી ઓનલાઈન ખરીદી તેમાં લાશના ટુકડા ભરીને નદીમાં ફેંકી દીધા.
પત્નીના પાલતુ કૂતરાને પણ મારી નાંખ્યુંઃ
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે પણ મેટસનને હોલીને કોઈ બાબત માટે સજા કરવી અથવા તેને હેરાન કરવી હતી, ત્યારે તે તેના પાલતુ પ્રાણીઓને મારી નાખતો હતો. આરોપ મુજબ, મેટસને હોલીના કૂતરાને વોશિંગ મશીનમાં નાખીને મારી નાખ્યો હતો. આ સિવાય હોલીએ એક ઉંદર ઉછેર્યો હતો, જેને મેટસને માઇક્રોવેવમાં નાખીને મારી નાખ્યો હતો. ઉપરાંત, મેટસન એકવાર હોલીના સસલાને મારવા માંગતો હતો. જેથી તેને બચાવવા હોળી પોલીસ સ્ટેશન પહોંચી હતી.
પત્નીને દોષી ઠેરવીઃ
નોંધનીય છે કે શરૂઆતમાં આરોપી મેટસને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. મેટસને પોલીસને જણાવ્યું હતું કે તેણે મને મારવાનો પ્રયાસ કર્યો હોવા છતાં મેં તેને મારી નથી. મેટસને તેના શરીર પર ડંખના નિશાન પણ દર્શાવ્યા હતા. જોકે, તપાસમાં એવું માનવામાં આવતું હતું કે હોળીએ સ્વબચાવમાં આવું કર્યું હશે.