આ દેશમાં છે પત્નીઓનો વટ! ઘરની બહાર ફરજિયાત લગાવવો પડે છે પત્નીનો ફોટો
દુનિયામાં તમે જાતજાતના રીત રિવાજો જોયા હશે. આવો જ એક વિચિત્ર રિવાજ એક દેશમાં છે. જેમાં આ દેશમાં ઘરની બહાર લોકો પોતાની પત્નીનો ફોટો લગાવે છે, જાણો કયા દેશનો છે આ ગજબનો રિવાજ...
Unique Customs: દુનિયાના અલગ અલગ દેશોમાં અલગ અલગ રીતી-રિવાજ (Unique Customs) હોય છે. ઘણા દેશોના રીતી-રિવાજ ગણા અનોખા હોય છે. એક એવો દેશ (Interesting facts about Brunei) છે, જ્યાં લોકો પોતાની પત્નીનો ફોટો ઘરની બહારની દીવાલ (Wife picture on the wall) પર લગાવે છે. ઈન્ડોનેશિયા (Indonesia) ની પાસે એક મુસ્લિમ દેશ (Muslim Country) છે બ્રુનેઈ (Brunei Weird Facts). આ દેશના લોકો પોતાના ઘરની બહાર પોતાની પત્નીઓના ફોટો લગાવે છે. આ દેશના રાજા પણ પોતાના મહેલની બહાર પોતાની પત્નીનો ફોટો લગાવે છે. જો કે સુલ્તાનનો ફોટો પણ દીવાલ પર જોવા મળી જશે. બ્રુનેઈમાં આ રિવાજ (Brunei Unique Custom)સદિયોથી ચાલતો આવે છે.
1984માં મળી હતી આઝાદી-
બ્રુનેઈમાં આજે પણ રાજ તંત્ર જ ચાલે છે આનો મતલબ એમ છે કે બ્રુનેઈમાં હજુ રાજાઓનું જ શાસન ચાલે છે. અંગ્રેજોની ગુલામીમાંથી બ્રુનેઈને 1 જાન્યુઆરી 1984માં સ્વતંત્રતા મળી. અગ્રેજોની ગુલામી પછી પણ બ્રુનેઈનું નામ દુનિયાના ધનવાન દેશોની યાદીમાં છે.
ઘરોથી પણ વધારે છે કાર-
તમને જાણીને નવાઈ લાગશે કે અહીં જેટલા ઘર છે એના કરતા વધારે અહીં કાર છે. અહીં એક હજાર લોકોમાંથી 700 લોકો પાસે કાર છે. બ્રુનેઈમાં તેલની કિંમતો ખૂબ ઓછી છે. અહીં લોકોને ટોલટેક્સ પણ ખૂબ ઓછો ભરવો પડે છે.
દુનિયાના ધનવાન રાજાઓની યાદીમાં છે સુલ્તાન-
બ્રુનેઈના રાજા હસનલ બોલ્કિયા (Hassanal Bolkiah) છે. આ રાજાની ગણતરી દુનિયાના સૌથી ધનવાન રાજાઓમાં થાય છે. વર્ષ 2008માં બ્રુનેઈના રાજાની સંપત્તિ એક લાખ 36 હજાર 300 કરોડ રૂપિયા હતી. આ રાજા વાહનોના શોખીન છે તેમની પર્સનલ કાર આખી સોનાથી બનાવવામાં આવી છે.
દુનિયાના સૌથી આલીસાન મહેલમાં રહે છે સુલ્તાન-
બ્રુનેઈના સુલ્તાન જે મહેલમાં રહે છે તે મહેલમાં 1700થી પણ વધુ રૂમ છે. આ મહેલને દુનિયાનો સૌથી મોટો અને આલીસાન મહેલ માનવામાં આવે છે. સુલ્તાનને ગાડીઓનો વધુ શોખ હોવાના કારણે તેમની પાસે 7000થી પણ વધુ કાર છે.