નવી દિલ્લીઃ આજે અમે તમને દુનિયાના સૌથી લાંબા કાચના પુલ વિશે જણાવીશું. જેને પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પરંતુ આ પુલ એટલે કે બ્રિજની મુલાકાત લેવા માટે જોઈએ છે, ફૌલાદી જીગર...આ બ્રિજ વિયેતનામમાં આવેલો છે. આ બ્રિજને જંગલમાં ઊંચાઈ પર કાચની મદદથી બનાવવામાં આવ્યો છે. આ બ્રિજનું નામ છે બૈક લોન્ગ બ્રિજ. જેનો અંગ્રેજીમાં અર્થ છે, ‘વ્હાઈટ ડ્રેગન’. બ્રિજનું નિર્માણ કરનારાઓએ તેને વિશ્વનો સૌથી લાંબો કાચનો પુલ ગણાવે છે. પરંતુ હજુ સુધી ગિનિઝ વર્લ્ડ રેકોર્ડે આ  દાવાની પુષ્ટી નથી કરી. બ્રિજ 632 મીટર લાંબો અને ધરતીથી 150 મીટર ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

500 લોકોનું વજન પણ સહન કરી શકે છેઃ
આ બ્રિજની સંરચના દુબઈના બુર્જ ખલીફા ટાવરની ઊંચાઈથી અંદાજે ત્રણ-ચતુર્થાંશ જેટલી છે. આ બ્રિજ 500 લોકોનું એકસાથે વજન સહન કરી શકે છે. પુલનું ફર્શ ફ્રેન્ચ નિર્મત ટેમ્પર્ડ ગ્લાસથી બનાવવામાં આવ્યું છે. કાચનો ફર્શ બનાવવાનો હેતુ પર્યટકો થ્રિલર ફિલિંગ સાથે જંગલના સુંદર દ્રશ્યોનો આનંદ માણી શકે તે માટેનો છે.


બ્રિજ પરથી જોઈ શકાય છે આસપાસની સુંદરતાઃ
ગ્લાસ ફ્લોર હોવાના કારણે પર્યટકો આસપાસની સુંદરતા સરળતાથી જોઈ શકે છે. જોકે, બ્રિજ પર ચાલતા સમયે લોકો એટલા બધા ડરી જાય છે, કે નીચેની સુંદરતા જોવાની હિંમત પણ નથી કરી શકતા.


કોરોનાનાં કારણે બંધ હતો બ્રિજઃ
છેલ્લા 2થી 3 વર્ષમાં કોરોના મહામારી અને લોકડાઉનનાં કારણે વિદેશી પર્યટકોના અહીં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે સ્થિતિ કાબૂમાં આવતા આ રોક હટાવી લેવામાં આવી છે. અહીંના વેપારીઓનું માનવુ છે કે, કોરોનાનાં કારણે વેપારમાં થયેલા નુકસાનની ભરપાઈ બ્રિજ જોવા આવતા લોકોથી થઈ જશે.