દર વર્ષે 20 માર્ચે દુનિયાભરમાં વર્ડ ઓરલ હેલ્થ ડે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય લોકોમાં મોંની સફાઈ અંગે જાગૃતતા ફેલાવાનો છે. WHOએ જાહેર કરેલા આંકડા મુજબ લગભગ 350 કરોડ લોકો મોં સાથે સંકળાયેલી બિમારીયોથી પીડાય છે. 350 કરોડમાંથી 230 કરોડ લોકો તો એવા છે જેમના દાંતમાં સડો થયો હોય. આ આંકડા જ તમને સમજાવી જાય છે કે મોં અને દાંતની સફાઈ કેટલી જરૂરી છે. અમે તમને જણાવીશું કે મોંની સફાઈ ના કરવામાં આવે તો કઈ બિમારીઓ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોં અને દાંતોની સફાઈ માટે આ વાતોનું રાખો ધ્યાન
- દાંતોની સફાઈ માટે હાર્ડ નહીં પરંતુ સોફ્ટ બ્રશ વાપરવું
- એક દિવસમાં બે વખત બ્રશ કરવું જોઈએ
- સવારે ઉઠીને અને રાત્રે સુતા પહેલા બ્રશ કરવું
- દાંત સારી રીતે સાફ કરવા માટે ઓછામાં ઓછું બે મિનિટ બ્રશ કરો
- વધુ સમય બ્રશ કરવાથી પણ દાંત ઢીલા પડી શકે છે
- તમારી ટૂથપેસ્ટમાં ફ્લોકાઈડ હોવું જરૂરી છે જેથી ફ્લોકાઈડવાળી જ ટૂથપેસ્ટ વાપરવી


ઓરલ હાઈજીન પર ધ્યાન ના અપવાથી થઈ શકે છે આ બિમારીયો કેટલાક રિસર્ચ અને ક્લીનિકલ અભ્યાસમાં એ વાત સામે આવી છે કે, ઓરલ હેલ્થ એટલે મોંની તકલિફની અસર તમારા આખા શરીર પર પડે છે.


હૃદય રોગનો ખતરો
જો તમારા મોં અને દાંતમાં પ્લાક હોય તો આ પ્લાક મોંથી થઈને હૃદય સુધી, ધમનિયો અને રક્તવાહિકાઓ સુધી પણ પહોંચી શકે છે. આ પ્લાક રક્તવાહીનીઓમાં જામવા લાગે છે. આ કારણથી ધમનીમાં રોક લાગી જાય છે અને લોહીના થર જામી જાય છે જેના કારણે હાર્ટ અટેક, સ્ટ્રોક, હાર્ટ ફેલિયર જેવી ગંભીર બિમારીઓ થઈ શકે છે.


ડાયાબિટીસનું જોખમ વધુ
જો તમે મોંની સફાઈ સારી રીતે ના કરો તો તમારા મોંમા ઈન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે અને પેરિઓડોન્ટલ બિમારી પણ થઈ શકે છે જેના કારણે ઈન્સુલિનને વાપરવાની શરીરની ક્ષમતા નબળી પડી જાય છે જેના કારણે ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.


કેંસરનો ભય પણ વધુ છે
કેટલાક અભ્યાસમાં દાંતોની બિમારી અને કેંસરની વચ્ચે લીંક મળી આવે છે. દાંતોની બિમારીનું કારણ સ્વાદુપિંડનું કેંસર અને અન્નનળીમાં થવાવાળા ઓરોફેરિંજિયલ કેંસરનો ભય સૌથી વધુ હોય છે. આ પ્રકારની બિમારીઓ મોંની સાફાઈ ના રાખવાથી થાય છે જેથી તમારે મોંની સફાઈ રાખવી જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube