World Sustainable Energy Day: જાણો આ દિવસનું મહત્વ અને તેનો ઈતિહાસ
World Sustainable Energy Day: આજનો દિવસ એટલે કે 27મી ફેબ્રુઆરી દુનિયાભરમાં વિશ્વ સતત ઉર્જા દિવસ તરીકે ઉજવાય છે. જેમાં સ્થાયી ઉર્જા ઉત્પાદન અને ઉપયોગ પર ધ્યાન કેન્દ્રીત કરાય છે. જેમાં ઈમારતો, ઉદ્યોગો અને પરિવહન માટે ઉર્જા દક્ષતા અને નવીનકરણીય ઉર્જા સ્ત્રોત સામેલ છે. સસ્તી અને સતત ઉર્જાની આપૂર્તિ કોઈ પણ દેશની પ્રગતિ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. પરંપરાગત ઉર્જાના સ્ત્રોત સૂકાતા જાય છે. આથી જરૂરી છે કે ઉર્જાના નવા સ્ત્રોત વિક્સિત કરાય જે પર્યાવરણ માટે પણ લાભદાયક છે.
આજનો દિવસ એટલે કે 27મી ફેબ્રુઆરી દુનિયાભરમાં વિશ્વ સતત ઉર્જા દિવસ તરીકે ઉજવાય છે. જેમાં સ્થાયી ઉર્જા ઉત્પાદન અને ઉપયોગ પર ધ્યાન કેન્દ્રીત કરાય છે. જેમાં ઈમારતો, ઉદ્યોગો અને પરિવહન માટે ઉર્જા દક્ષતા અને નવીનકરણીય ઉર્જા સ્ત્રોત સામેલ છે. વિશ્વ સતત ઉર્જા દિવસના અવસરે ઓસ્ટ્રિયામાં ઉર્જાની ઘટનાઓ પર એક ખુબ મોટું વાર્ષિક સંમેલન યોજાય છે.
ઈતિહાસ
તે 1991માં ક્ષેત્રીય સરકાર દ્વારા ઉર્જા દક્ષતા, નવીનકરણીય ઉર્જા સ્ત્રોતો અને નવી ઉર્જા ટેક્નિકોને પ્રોત્સાહન આપવા માટે સ્થાપિત કરાયું હતું. તેનો મુખ્ય હેતુ જૂથો ખાનગી ઘરો, જાહેર સંસ્થાઓ અને વ્યવસાયો છે. ઉર્જા એજન્સી સ્થાનિક, પ્રાદેષિક, યુરોપીય સંઘ, અને આંતરરાષ્ટ્રીય સ્તર પર અનેક પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમો સાથે સક્રિય છે. આ દિવસે સંગોષ્ઠીઓ અને કાર્યક્રમોનું પણ આયોજન થયા છે.
આ ટચૂકડા દેશે અમેરિકાને આપી ધમકી, કહ્યું- ટ્રમ્પને મારી નાખીશું!
ચૂંટણી પહેલાં MP માં કોંગ્રેસને મોટો ઝટકો, દિગ્વિજય સિંહના ગઢમાં ભાજપે ગાબડુ પાડ્યું
ડાન્સ કરતા કરતા અચાનક 19 વર્ષના યુવકને આવ્યું મોતનું તેડું, Viral Video જોઈ શોક થશો
મહત્વ
અક્ષય ઉર્જા દેશના પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણમાં પણ મદદ કરે છે. અક્ષય ઉર્જા વિશ્વસની વીજળી આપૂર્તિ અને ઈંધણ વિવિધીકરણ પ્રદાન કરે છે. જે ઉર્જા સુરક્ષાને પ્રોત્સાહન આપે છે અને આયાતિત ઈંધણની જરૂરિયાતને ઓછી કરતા ઈંધણ ફેલાવવાના જોખમને પણ ઓછું કરે છે. તે લગભગ એક લાખ આગંતુકો અને લગભગ 1000 પ્રદર્શની કંપનીઓને આકર્ષિત કરે છે. વિશ્વ સતત ઉર્જા દિવસનું આયોજન જર્મનીમાં ઉપરી ઓસ્ટ્રિયાની ક્ષેત્રીય ઉર્જા એજન્સી Energiesparverband દ્વારા કરાય છે.
ઉર્જા સુરક્ષા
સસ્તી અને સતત ઉર્જાની આપૂર્તિ કોઈ પણ દેશની પ્રગતિ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. પરંપરાગત ઉર્જાના સ્ત્રોત સૂકાતા જાય છે. આથી જરૂરી છે કે ઉર્જાના નવા સ્ત્રોત વિક્સિત કરાય જે પર્યાવરણ માટે પણ લાભદાયક છે. ઉર્જા આધુનિક સભ્યતાનું એન્જિન છે. જેને મોટાભાગે જીવાશ્મી ઈંધણોથી પ્રાપ્ત કરાય છે. દરરોજ સમગ્ર વિશ્વમાં ભારે પ્રમાણમાં ઉર્જાની ખપત થાય છે અને મુખ્ય રીતે આ ઉર્જા કોલસો, ગેસ, પેટ્રોલિયમ અને ન્યૂક્લિયર ઈંધણથી મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube