Digvijay Singh: વિધાનસભાની ચૂંટણી પહેલાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને મોટો ઝટકો, દિગ્વિજય સિંહના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું

Madhya Pradesh: મધ્ય પ્રદેશમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જોકે તે પહેલાં જ રાજકીય પાર્ટીઓમાં પાર્ટી બદલવાનો દોર શરૂ થઈ ગયો છે. હવે ભારતી જનતા પાર્ટીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહના ગઢ ચાચૌડામાં મોટું ગાબડું પાડ્યું છે. 

Digvijay Singh: વિધાનસભાની ચૂંટણી પહેલાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને મોટો ઝટકો, દિગ્વિજય સિંહના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું

Madhya Pradesh: મધ્ય પ્રદેશમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જોકે તે પહેલાં જ રાજકીય પાર્ટીઓમાં પાર્ટી બદલવાનો દોર શરૂ થઈ ગયો છે. હવે ભારતી જનતા પાર્ટીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહના ગઢ ચાચૌડામાં મોટું ગાબડું પાડ્યું છે. કોંગ્રેસના પૂર્વ રાજ્ય મંત્રી અને ધારાસભ્ય રહેલાં હરભજન સિંહ મીણાની વહુ પ્રિયંકા મીણાએ પોતાના સેંકડો સમર્થકોની સાથે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા મીણાનું બીજેપીમાં જવું ચાચૌડા વિસ્તારમાં મોટી રાજકીય હલચલના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. પ્રિયંકાને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા, પ્રદેશ પ્રભારી પી. મુરલી ધર રાવ, સંગઠન મહામંત્રી હિતાનંદે બીજેપીની સભ્યતા અપાવી છે.

450 કાર્યકર્તા પણ ભાજપમાં જોડાયા:
પ્રિયંકા મીણાની સાથે જ રીવાના મઉગંજથી કોંગ્રેસની ટિકીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા મૃગેન્દ્ર સિંહે પણ કેસરિયો  ખેસ પહેરી લીધો છે. જ્યારે બજરંગ દળના ક્ષેત્ર સંયોજક રાવ ઉદય પ્રતાપ પણ ભાજપમાં જોડાયા છે. જે મહાકૌશલમાં કામ કરી રહ્યા હતા. લગભગ 450 જેટલાં કાર્યકર્ચાઓ પણ તેમની સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. 

ચૂંટણીનું સમીકરણ બદલાઈ જશે:
હવે પ્રિયંકા મીણાના ભાજપમાં જવાથી ચાચૌડામાં નવું રાજકીય સમીકરણ તૈયાર થઈ જશે. જોકે હાલમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત સભ્ય મમતા મીણા જોર શોરથી તૈયારીઓ કરી રહ્યા છે. તેમને બીજેપીમાંથી ટિકીટના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.  પરંતુ પ્રિયંકા મીણાના ભાજપ પ્રવેશથી મમતા મીણાની સામે એક હરિફ વધી જશે.

આ સીટ કોંગ્રેસ માટે મહત્વની છે:
મધ્ય પ્રદેશની ચાચૌડી વિધાનસભા બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. 2013માં આ સીટ પર મમતા મીણાએ ચૂંટણી જીતી હતી. પરંતુ પછી 2018માં કોંગ્રેસે દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહને આ સીટ પરથી ટિકીટ આપી હતી. જે અહીંયાથી જીતી ગયા હતા. તમને જણાવી દઈએ કે 1994ની પેટાચૂંટણીમાં આ સીટ પરથી દિગ્વિજ સિંહને જીત મળી હતી. જેના પછી 1998, 2003 અને 2008ની વિધાનસભાની ચૂંટણીમાં ચાચૌડા પર કોંગ્રેસનો જ કબજો રહ્યો. આ સીટ પર પાંચ વખત કોંગ્રેસને તો 2 વખત ભાજપને જીત મળી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news