World Theatre day 2023: વિશ્વ રંગમંચ દિવસ દર વર્ષે 27 માર્ચે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.  તેને હીન્દીમા વિશ્વ રંગભૂમિ દિવસ કહેવામા આવે છે. વિશ્વ રંગમંચ દિવસ વિશ્વભરના કલાકારોને સમર્પિત છે. થિયેટર સાથે જોડાયેલા તમામ કલાકારો માટે આ દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસ લોકોને થિયેટરના મહત્વ વિશે શિક્ષિત અને જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને જણાવવામા આવે છે કે સમાજના વિકાસ માટે થિયેટર શા માટે જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થિયેટર એ સમગ્ર વિશ્વમાં કલા, સંસ્કૃતિ અને પરંપરાને પ્રદર્શિત કરવાની સૌથી અગ્રણી રીતો પૈકીની એક છે. થિયેટર વિવિધ નાટકોનું મંચન કરી સામાજિક દુષણો અને સમસ્યાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવામાં સતત મદદ કરે છે.


આ પણ વાંચો:
ગુરુ ચાંડાલ યોગને કારણે થશે ઉથલપાથલ, આ ત્રણ રાશિના જાતકો રહે સાવધાન
દુર્ગા અષ્ટમી પર કરો શ્રીદુર્ગાસપ્તશતી પાઠના આ મંત્રોનો જાપ, મળશે માતાજીના આશીર્વાદ
ટમેટા સ્ટોર કરવાની આ રીતો છે જોરદાર, મહિનાઓ સુધી ઉપયોગ કરો અને સ્વાદ પણ રહેશે સારો


વિશ્વ રંગમંચ દિવસનો ઇતિહાસ 


-વિશ્વ રંગમંચ દિવસ દર વર્ષે 27 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસની સ્થાપના વર્ષ 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (ITI) દ્વારા કરવામાં આવી હતી. આ દિવસ દર વર્ષે 27મી માર્ચે ઇન્ટરનેશનલ થિયેટર કોમ્યુનિટી અને ITI કેન્દ્રો દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય થિયેટર કાર્યક્રમો થાય છે.


-વિશ્વ રંગમંચ દિવસનો પ્રથમ સંદેશ 1962માં જીન કોક્યુટ દ્વારા રચવામાં આવ્યો હતો. પ્રથમ નાટક એથેન્સમાં એક્રોપોલિસ પર સ્થિત થિયેટર ઓફ ડાયોનિસસમાં આયોજીત કરવામાં આવ્યું હતું. આ નાટક પાંચમી સદીની શરૂઆતનું માનવામાં આવે છે. આ પછી, થિયેટર સમગ્ર ગ્રીસમાં ખૂબ જ ઝડપથી ફેલાવા લાગ્યું.


જાણો વિશ્વ રંગમંચ દિવસ 2023 ની થીમ શું છે?


વિશ્વ રંગમંચ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં રંગમંચ વિશે જાગૃતિ લાવવાનો અને તેનું મહત્વ સમજાવવાનો છે. વિશ્વ રંગમંચ દિવસ દર વર્ષે એક જ થીમ પર ઉજવવામાં આવે છે. દર વર્ષે 27 માર્ચે વિશ્વ રંગમંચ દિવસ 'થિયેટર એન્ડ અ કલ્ચર ઓફ પીસ'ની થીમ પર ઉજવવામાં આવે છે. છેલ્લા 59 વર્ષથી આ દિવસની ઉજવણી આ થીમ સાથે કરવામાં આવે છે.


આ પણ વાંચો:
મોંઘવારીની મોટી થપાટ માટે રહો તૈયાર, 1 એપ્રિલથી વધશે CNG-PNG ગેસના ભાવ!
કાર ચલાવતી વખતે કરેલી આ ભુલ ઘટાડે છે કારની માઈલેજ, માઈલેજ વધારવી હોય તો ન કરો આ ભુલ
જો તમારામાં આ 4 ગુણ હશે તો મહિલાઓ આપોઆપ ખેંચાઈ આવશે, બીજા પુરુષો બળીને ખાખ થઈ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube