World thinnest and tallest building:  અહીં અમે તમને એવી બિલ્ડીંગ અંગે વાત કરવા જઈ રહ્યાં છીએ જે ભારે પવનમાં પણ થરથર ધ્રૂજવા લાગે છે. જો તમને પણ આ દુનિયાની સૌથી પાતળી અને ગગનચુંબી બિલ્ડિંગમાં જવાની ઇચ્છા થઇ રહી છે, તો તેના વિશે થોડું જાણી લેજો. આ બિલ્ડિંગ એટલે કે સ્ટેનવે ટાવર....જેની ઊંચાઇ લગભગ 1428 ફુટ છે, મૈનહૈટનમાં બનેલ આ ટાવર ન્યૂયોર્ક શહેરનાં બે ટાવરોના હાઇટથી ઓછી છે. આ બિલ્ડિંગમાં સ્ટુડિયો એપાર્ટમેન્ટની કિંમત પણ 7.75 મિલિયન ડોલર છે, જ્યારે પેન્ટહાઉસની કિંમત 66 મિલિયન ડોલર છે. જે લોકો અહીં રહે છે, તેઓ માત્ર હૃદયના મજબૂત જ નહીં પરંતુ પૈસાથી પણ સમૃદ્ધ હોવા જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયામાં એક એવું અચંબો પમાડે તેવું બન્યું છે સ્ટેનવે ટાવર! સરનામું છે 111, વેસ્ટ 57મી સ્ટ્રીટ, ન્યૂયોર્ક સિટી. 24:1 ની ઊંચાઈથી પહોળાઈ ગુણોત્તર ધરાવે છે પણ ઓળખાય છે વિશ્વની સૌથી પાતળી ગગનચુંબી ઈમારત તરીકે! તમે એના વીડિયો કે ફોટોગ્રાફ જોશો તો તમારી અકકલ કામ નહીં કરે. 1428 ફીટ પર તે પશ્ચિમ ગોળાર્ધની સૌથી ઊંચી ઇમારતોમાંની એક પણ છે, જે ન્યુયોર્ક સિટીની અન્ય બે ઈમારતોથી ઊંચાઈમાં ઓછી છે, વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઊંચાઇ 1776 ફીટની છે જ્યારે સેન્ટ્રલ પાર્ક ટાવરની ઊંચાઈ 1550 ફીટ છે! 

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક



એક રિપોર્ટ અનુસાર, સ્ટેનવે ટાવરના ટોપ ફ્લોર પર શિયાળાની સિઝનમાં બરફ જમા થાય છે. આ પછી જ્યારે તાપમાનમાં થોડો વધારો થવા લાગે છે, ત્યારે આ જામી ગયેલો બરફ પીગળવા લાગે છે. બરફની જાડી ચાદર ઓગળવાને કારણે તે ગમે ત્યારે બરફના ટુકડાના રૂપમાં જમીન પર પડે છે. આ બરફના ટુકડાને કારણે લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત વાહનોને નુકસાન થાય છે. 


આ સાથે વારંવાર વાહન વ્યવહાર બંધ કરવો પડે છે. આ ઈમારત વિશ્વની સૌથી મજબૂત કોંક્રીટમાંથી બનાવવામાં આવી છે. 2015માં એન્જિનિયર રોવાન વિલિયમ્સ ડેવિસે ન્યૂયોર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે 1,000 ફૂટ ઊંચો ટાવર 100 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનમાં લહેરાઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે તેની અંદર રહેતા લોકોને તેની ખબર નહીં હોય.


આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube