`રશિયન સૈનિકોને તેમની પત્નીઓ જ કહે છે, જાવ યુક્રેનની મહિલાઓનો રેપ કરો`
Ukrine-Russia War: યુક્રેનના ફર્સ્ટ લેડી ઓલેને જેલેન્સ્કા એક ન્યૂઝ એજન્સીને આપેલાં ઈન્ટરવ્યૂમાં એવા સનસનીખેજ આરોપો લગાવ્યાં છેકે, તમે સાંભળી પણ નહીં શકો. આ આરોપને કારણે હાલ દુનિયાભરમાં આ સમાચારો વાયુવેગે વહેતા થયાં છે. જેને કારણે માનવતા લાંચ્છન લાગ્યું છે.
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈનિકોએ યુક્રેનના કેટલાંક હિસ્સાઓમાં કબજો કરી લીધો છે. આવી સ્થિતિમાં યુક્રેનનો હાલ બેહાલ થતો જાય છે. ત્યારે યુક્રેનના ફર્સ્ટ લેડીએ વર્તમાન સ્થિતિ અંગે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છેકે, રશિયાના સૈનિકો યુક્રેનની મહિલાઓ સાથે અમાનવીય અત્યાચાર કરે છે. અને તેના માટે તેમને તેમની પત્નીઓ જ પ્રોત્સાહિત કરે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં 9 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફથી રશિયાના હુમલા ચાલુ છે બીજી તરફ યુક્રેનનો પલટવાર પણ ચાલુ છે. આ સ્થિતિની વચ્ચે યુક્રેનના પ્રથમ મહિલા ઓલેના જેલેન્સ્કાએ રશિયા સૈનિકોને લઈને મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે રશિયા સૈનિક યુક્રેનમાં બળાત્કાર અને યૌન હુમલાનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. ઓલેને જેલેન્સ્કાએ આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે તેઓ લંડનમાં એક ઈન્ટરનેશનલ સંમેલનને સંબોધિત કરી રહ્યાં હતા. તેમણે પોતાના સંબોધનમાં દાવો કર્યો કે રશિયન સૈનિકોને તેમની પત્નીઓ યુક્રેનની મહિલાઓના રેપ કરવાનું કહે છે.
સ્કાય ન્યૂઝના સમાચાર મુજબ, યુક્રેનના પ્રથમ મહિલાનો દાવો છે કે રશિયાના સૈનિકોને તેમની પત્નીઓ જ તેમણે યુક્રેનની મહિલાઓ પર બળાત્કાર માટે પ્રોત્સાહિત કરે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની પત્નીએ રશિયન સૈનિકો દ્વારા કરવામાં આવતી યૌન હિંસા અંગે વાત કરી. તેમણે વધુમાં જણાવ્યું કે- યૌન હિંસા કોઈના પર પ્રભુત્વ સાબિત કરવા સૌથી ક્રૂર,સૌથી ખરાબ રીત છે અને આ પ્રકારની હિંસાના પીડિતો માટે યુદ્ધના સમયે પુરાવા આપવા મુશ્કેલ છે કેમકે કોઈ પણ પોતાને સુરક્ષિત નથી અનુભવતું. રશિયન યૌન શોષણને પોતાના હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યાં છે.
યુક્રેનની પ્રથમ મહિલાએ જણાવ્યું કે- રશિયન સૈનિકો આ અંગે ઘણાં જ ઓપન છે.તેઓ આ અંગે પોતાના સંબંધીઓ સાથે પણ ફોન પર વાત કરે છે, ફોન પર વાતચીતના કારણે અમને આ વાતની જાણ થઈ છે. તેમણે દાવો કર્યો કે હકિકતમાં રશિયન સૈનિકોની પત્નીઓ જ તેમને પ્રોત્સાહિત કરે છે. તેઓ કહે છે કે જાવ યુક્રેનની મહિલાઓનો બળાત્કાર કરો, ફક્ત મારી સાથે શેર ન કરો, મને ન જણાવો. તેમણે ભાર આપીને કહ્યું કે આ કારણ જ છે કે આ અંગે વૈશ્વિક પ્રતિક્રિયા હોવી જોઈએ. યુક્રેનની પ્રથમ મહિલાએ એમ પણ જણાવ્યું કે આ ઘટનાને યુદ્ધ અપરાધ તરીકે માન્યતા આપવી અને તમામ ગુનેગારોને જવાબદાર ગણાવવા ઘણું જ જરૂરી છે.
NATOના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે યુક્રેન પ્રત્યે સૈન્ય ગઠબંધનન પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરતા કહ્યું કે યુદ્ધગ્રસ્ત દેશ એક દિવસ દુનિયાના સૌથી મોટા સુરક્ષા સંગઠનનું સભ્ય બનશે. તેમણે કહ્યું કે- નાટોના દરવાજા ખુલ્લા છે. સુરક્ષા ગઠબંધનમાં ઉત્તરી મેસેડોનિયા અને મોન્ટેગ્રોના પ્રવેશ સંદર્ભે તેમણે કહ્યું કે દેશોના નાટોમાં સામેલ થવાને લઈને રશિયા પાસે કોઈ વીટો નથી.