કુઆલાલમ્પુર: મલેશિયા (Malaysia) ના એક વૈજ્ઞાનિકએ દુનિયાનો પ્રથમ યૂનિસેક્સ કોન્ડોમ (Unisex Condom) બનાવી લીધો છે. આ યૂનિસેક્સ કોન્ડોમને મહિલા અને પુરૂષ બંને ઉપયોગ કરી શકે છે. આ યૂનિસેક્સ કોન્ડોમ ગાયનેકોલોજિસ્ટ (Gynaecologist) ને મેડિકલ ગ્રેડ મટેરિયલ (Medical Grade Material) વડે બનાવવામાં આવ્યો છે, આ મટેરિયલ ઇજાની સર્જરીની ડ્રેસિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂનિસેક્સ કોન્ડોમ વડે મહિલા-પુરૂષ બંનેને થશે ફાયદો
યૂનિસેક્સ કોન્ડોમ બનાવનાર વૈજ્ઞાનિકનો દાવો છે કે તેનાથી લોકોની સેક્સુઅલ હેલ્થ સુધરશે. યૂનિસેક્સ કોન્ડોમ વડે મહિલા અને પુરૂષ બંનેને ફાયદો થશે. યૂનિસેક્સ કોન્ડોમ (Condom) એક તરફથી ચોંટેલો હોય છે. 


રેગુલર કોન્ડોમની માફક છે યૂનિસેક્સ કોન્ડોમ
ટ્વિન કૈટલિસ્ટ ફર્મના ગાયનેકોલોજિસ્ટ ઝોન ટૈંગ ઇંગ ચિનએ કહ્યું કે યૂનિસેક્સ કોન્ડોમ બાકી રેગુલર કોન્ડોમની માફક જ છે. બસ તેને પુરૂષ અને મહિલા બંને ઉપયોગ કરી શકે છે. યૂનિસેક્સ કોન્ડોમમાં રેગુલર કોન્ડોમથી વધુ પ્રોટેક્શન છે. 

દિવાળી ટાણે રાત્રિ કર્ફ્યુમાં રાહત, સિનેમા હોલ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે


યૂનિસેક્સ કોન્ડોમનીની છે આટલી કિંમત
તમને જણાવવી દઇએ કે Wondaleaf યૂનિસેક્સ કોન્ડોમના દરેક પેકેટમાં બે કોન્ડોમ હશે અને તેની કિંમત 14.99 રિંગિટ એટલે લગભગ 270 રૂપિયા હશે. મલેશિયામાં 20-40 રિંગિટમં એક ડઝન કોન્ડોમ ખરીદી શકો છો. 


ગાયનેકોલોજિસ્ટ (Gynaecologist) એ યૂનિસેક્સ કોન્ડોમ પોલીયૂરીથેન (Polyurethane) વડે બનાવવામાં આવ્યો છે. આ મટેરિયલ પારદર્શી (Transparent) હોય છે. પોલીયૂરીથેન મટેરિયલ ખૂબ પતળું અને ફ્લેક્સિબલ હોય છે. આ મજબૂત અને વોટરપ્રૂફ હોય છે.  


ઝોન ટૈંગ ઇંગ ચિનએ દાવો કર્યો છે કે યૂનિસેક્સ કોન્ડોમ એટલો પતળો છે જ્યારે તમે તેને પહેરશો તો તમને ખબર નહી પડે. આ ડ્રેસિંગમાં ઉપયોગ કરવામાં આવનાર મટેરિયલથી બનાવવામાં આવ્યો છે. 


ગાયનેકોલોજિસ્ટ ઝોન ટૈંગ ઇંગ ચિનએ જણાવ્યું કે યૂનિસેક્સ કોન્ડોમ ઘણી રાઉન્ડ ક્લીનિકલ રિસર્ચ અને ટેસ્ટિંગ બાદ બનાવવામાં આવ્યો છે. યૂનિસેક્સ કોન્ડોમ ડિસેમ્બરથી ફર્મ ની વેબસાઇડ પર ખરીદવા માટે ઉપલબ્ધ હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube