દિવાળી ટાણે રાત્રિ કર્ફ્યુમાં રાહત, સિનેમા હોલ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે

રાજ્ય સરકારે આગામી દિવાળી નૂતન વર્ષ તેમજ છઠ્ઠ પૂજાના ઉત્સવોના અનુસંધાને રાજ્યમાં રાત્રિ કર્ફ્યુમાં છૂટછાટ સહિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

દિવાળી ટાણે રાત્રિ કર્ફ્યુમાં રાહત, સિનેમા હોલ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે

ગાંધીનગર: રાજ્ય સરકારે આગામી દિવાળી નૂતન વર્ષ તેમજ છઠ્ઠ પૂજાના ઉત્સવોના અનુસંધાને રાજ્યમાં રાત્રિ કર્ફ્યુમાં છૂટછાટ સહિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. આ અંગેનું ગૃહ વિભાગનું જાહેરનામુ સામેલ છે. 30 નવેમ્બર સુધી 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં છૂટછાટ આપવામાં આવી છે. રેસ્ટોરન્ટ સહિત તમામ વ્યાવસાયિક એકમો રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. આ છઠ્ઠ પૂજાનું આયોજન પણ 400 લોકોની મર્યાદામાં કરી શકાશે.

હોટલ-રેસ્ટૉરન્ટ અને થિયેટરોને રાહત
ગુજરાતમાં તહેવારો ટાણે થિયેટરો, હોટલ, રેસ્ટોરન્ટોને મોટી રાહત આપવામાં આવી છે. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં કે હાલમાં રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી છે તેમા બે કલાકની રાહત આપી 30 ઓક્ટોબરથી રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને થિયેટરોને પણ 100 ટકા પ્રેશકો તેમજ હોટલ-રેસ્ટૉરન્ટમાં 75 ટકા ગ્રાહકોની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકવાનો નિર્ણય લેવાયો છે.

લગ્ન પ્રસંગમાં 400 લોકોની છૂટ મળી
સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાતા લગ્ન પ્રસંગની સીઝનમાં લોકોને મોટી રાહત મળી છે. લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને 400 વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી હતી. અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.

હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
એટલું જ નહીં, નવા વર્ષમાં સ્નેહ મિલન કાર્યક્રમોમાં ખુલ્લા જગ્યા પર 400 વ્યક્તોઓ બોલાવી શકાશે. સ્પા સેન્ટરોમાં કોરોના ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે સવારેના 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ સિવાય તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, બજાર, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.

જાણો મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ:-

  • સિનેમા હોલ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે
  • છઠ્ઠ પૂજાનું આયોજન પણ 400 લોકોની મર્યાદામાં કરી શકાશે
  • 30 નવેમ્બર સુધી રાત્રી કર્ફ્યુના સમય માં ફેરફાર
  • 8 મહાનગર પાલિકામાં રાત્રી કર્ફ્યુના સમયમાં ફેરફાર
  • રાત્રી કરફ્યુ ઘટાડી રાત્રે 1 થી સવારે 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો
  • સ્પા સેન્ટર સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી નિયમોનુસાર ચાલી શકશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news