કુંતલ સોલંકી, અમદાવાદઃ દુનિયાના આખીના જાંબાઝ જ્યાં પોતાના જીવની બાજી લગાવીને પહોંચે છે એવા વિશ્વના સૌથી ઊંચા અને સૌથી વિષમ એવા માઉન્ટ એવરેસ્ટની જ આ વાત છે. માઉન્ટ એવરેસ્ટ પર છેક ટોચે પહોંચતા પહેલાં જ એક સ્થળ આવે છે. એ સ્થળમાંથી પસાર થતાં માઈનસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી નહીં પણ એ સ્થળનો નજારો જોઈને તમારા શરીરમાં ભયનું લખલખું વહેતું થઈ જાય. એ સ્થળ છે રેઇન્બો વેલી. વિચારો તમે વિષમ વાતાવરણ, થીજવી દેતા હિમ પવનોની થપાટો અને બીજી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને ઐતિહાસિક એવરેસ્ટને સર કરવાની નજીક પહોંચ્યા હોવ અને ત્યાં જ તમારે આવું દ્રશ્ય જોવું પડે એ કેવું કહેવાય. તમારા ઉન્માદનો જોશ ચરમસીમાએ હોય. તમને નજરની સામે એવરેસ્ટની ટોચ દેખાતી હોય અને બસ એ પહેલાં જ તમને અચાનક સામે ખુલ્લામાં પડેલી લાશો દેખાવા લાગે તો સમજી લેવું કે તમે રેઇન્બો વેલી પહોંચી ચૂક્યાં છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાહેર સ્થળ પર ફોન ચાર્જમાં મુકવો કે wifi વાપરવું પડી શકે છે ભારે, જાણો શું છે કારણ


રેઇન્બો વેલી એવરેસ્ટની ટોચની ઠીક પહેલાં આવતી જગ્યા છે જ્યાં અનેક પર્વતારોહકોની લાશ વર્ષોથી એની એ જ સ્થિતિમાં પડેલી છે. આ સ્થળ એટલી ઊંચાઈએ અને એવી ભૌગોલિક સ્થિતિમાં છે કે જો અહીં કોઈનું મૃત્યુ થાય તો મૃતદેહને નીચે લઈ જવો શક્ય નથી. આથી જ રેઇન્બો વેલીમાં અનેક મૃતદેહો તો દાયકાથી એમ જ ખુલ્લામાં પડ્યાં છે. માઈનસ તાપમાન અને સતત બરફની ચાદરને લીધે વર્ષો સુધી મૃતદેહ ગળતા પણ નથી. એક રીતે તો રેઈન્બો વેલીનું દ્રશ્ય અત્યંત ડરામણું પણ લાગે છે. પણ પછી બીજી રીતે એવરેસ્ટને સર કરવાની ઘેલછા સાથે અહીં આવેલાં આ બહાદૂરોને સલામ કરવાનું મન થાય છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube