નવી દિલ્હી: થોડા સમય પહેલા મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના જબલપુરમાં એક આંબાવાડી ખુબ જ વાયરલ (Viral) થઈ હતી. કારણ કે ત્યાં ટાઈયો નો ટમૈંગો નામક જાપાની કેરી (Mango) માટે સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. આવુ આટલા માટે કરવામાં આવ્યું કારણ કે એક કિલો કેરીની કિંમત 2.5 લાખ રૂપિયા હતી. જોકે ના માત્ર કેરી પણ એવા ઘણા લક્ઝરી ફ્રૂટ્સ છે જેની કિંમત આપને હેરાન કરી દેશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાપાન (Japan) ના રૂબી રોન દ્રાક્ષને તેની સાઈઝ અને ટેસ્ટને ધ્યાનમાં રાખીને તેને લક્ઝરી ફ્રૂટ (fruit) ની શ્રેણીમાં નાખવામાં આવ્યું. જોકે આ દ્રાક્ષ પિંગપોંગ બૉલ્સ જેટલી મોટી હોય છે. અને દ્રાક્ષ (Grapes) ની સાઈઝ અને ટેક્સચર એક સમાન હોય છે. તેની સાથે સાથે આ દ્રાક્ષ (Grapes) નો ટેસ્ટ પણ વધારે મીઠો હોય છે. આ દ્રાક્ષને જાપાનની ઈશિકાવા પ્રી ફ્રેક્ચરલે તૈયાર કરી છે અને કેટલાક વર્ષો પહેલા જ ઑક્શનમાં 24 દ્રાક્ષના 8 લાખ 17 હજાર રૂપિયામાં વેચવામાં આવી હતી.

ગૌતમ બુદ્ધ (Gautam Buddh) શેપની નાશપતિ પણ દુનિયાના સૌથી મોંઘા ફ્રૂટ્સમાં સામેલ થાય છે. નાશપતિનો આઈડિયા સૌથી પહેલા ચીન (China) ના એક ખેડૂતને આવ્યો હતો. અને તે આ નાશપતિને પોતના ખેતરમાં ઉગાવે છે. એખ નાશપતિની કિંમત 700 રૂપિયા આસપાસ છે. અને બુદ્ધ શેપ હોવાના કારણે કેટલીક વખત લોકો નાશપતિને મો માગી કિંમત પણ આપે છે.



ક્યૂબ અને સ્ક્વેર તડબુચને દુનિયાના સૌથી મોંઘા તડબુચોમાં સામેલ કરવામાં આવ્યું છે. જાપાનમાં આ તડબુચોને સ્ક્વેયર વુડ બૉક્સમાં ઉગાવવામાં આવે છે. જેના કારણે તડબુચનો આવો શેપ થઈ જાય છે. તડબુચનો ખાસ શેપ અને ટેસ્ટના કારણે તે ખુબ મોંઘા હોય છે. 5 કિલો ક્યૂબ તડબુચની કિંમત લગભગ 60 હજાર રૂપિયાની આસપાસ હોય છે.


સેંબિકિયા સ્ટ્રોબેરી (Strawberry) ને દુનિયાની સૌથી મોંઘી સ્ટ્રોબેરી (Strawberry) માં સામેલ કરવામાં આવી છે આ સ્ટ્રોબેરી (Strawberry) નું નામ ટોક્યોની એક ફ્રૂટ શોપ પર રાખવામાં આવ્યું છે. વર્ષ 1834માં બનેલી સેંબિકિયા શોપ જાપાનની સૌથી વધુ જૂની ફ્રૂટ શોપમાં સામેલ કરવામાં આવી છે. આ સ્ટ્રોબેરી એક્સ્ટ્રા સ્વીટ હોય છે અને ખાલી જાપાનમાં જ મળે છે. 12 સ્ટ્રોબેરી (Strawberry) ને કિંમત 85 ડોલર્સ એટલે 6 હજાર રૂપિયાની આસપાસ છે.


સેકાઈ ઈચીને દુનિયાના સૌથી મોંઘા અને સૌથી પૌષ્ટિક સફરજનો (Apple) માં સામેલ કરવામાં આવે છે. વર્ષ 1974માં જાપાનના માર્કેટમાં આ સફરજન સૌથી પહેલા જોવા મળ્યા હતા, સેકાઈ ઈચી એટલે જાપાની ભાષામાં દુનિયાના સર્વશ્રેષ્ઠ કહેવાય છે. આ સફરજન ઉગાડનારા ખેડૂતો તેને મધથી ધોવે છે અને હેન્ડ પૉલિનેશનનો ઉપયોગ કરે છે. આ સફરજનની કિંમત 1600 રૂપિયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube