Most Expensive City: રહેવા માટે આ છે દુનિયાનું સૌથી મોઘું શહેર? આ રહ્યો રિપોર્ટ
દુનિયાના સૌથી મોંઘા શહેરોને રેંક આપનાર જૂલિયરસ બેયર ગ્રુપ લિમિટેડે પોતાના વર્ષ 2022 ની યાદીમાં આ ખુલાસો કર્યો છે.
World's Most Expensive City: દુનિયાના સૌથી મોંઘા શહેરોની યાદી જાહેર થઇ ચૂકી છે અને આ યાદીમાં રહેવા માટે સૌથી મોંઘુ શહેર શંઘાઇ ટોપ પર છે. લંડન બીજા નંબર પર છે. આ વખતે ટોક્યોને પછાડીને લંડન બીજા નંબરનું સૌથી મોંઘુ શહેર બની ગયું છે. દુનિયાના સૌથી મોંઘા શહેરોને રેંક આપનાર જૂલિયરસ બેયર ગ્રુપ લિમિટેડે પોતાના વર્ષ 2022 ની યાદીમાં આ ખુલાસો કર્યો છે.
સૌથી મોંઘા શહેરોનો રેંક
શંઘાઇ અને હોંગકોંગ જેવા દુનિયાના સૌથી મોંઘા શહેરોમાં રહેનાર અતિ-અમીર લોકો માટે, ગત એક વર્ષમાં વિલાસિતાની વસ્તુઓની વધતી જતી કિંમતોએ તેમની વિશાળ ક્રય શક્તિને ઓછી કરી દીધી છે. બીજી તરફ લંડન અને ન્યૂયોર્કમાં રહેનાર ધનિક વ્યક્તિઓ માટે, ડિઝાઇનનર હેન્ડબેગ, જૂતા, સૂટ અને ઘડીયાળની ઉચ્ચ લાગત તેમના દેશોના મોંઘવારી દરને અનુરૂપ પણ નથી. આવાસિય સંપત્તિ, કારો, વિમાન ભાડા, બિઝનેસ સ્કૂલ અને ખર્ચનું વિશ્લેષણ કરી દુનિયા સૌથી મોંઘા શહેરોના રેંક આપનાર જૂલિયસ બેયર ગ્રુપ લિમિટેડે 2022 માં શંઘાઇને રહેવા માટે દુનિયાનું સૌથી મોંઘા શહેરનો દરજ્જો આપ્યો છે. આ ગ્રુપ કિંમતોમાં વધારો અને મૌદ્રિક નીતિ પર વૈશ્વિક વિચલનના આધાર પર ગ્લોબલ વેલ્થ અને લાઇફ સ્ટાઇલ પર રિપોર્ટ જાહેર કરે છે.
ટોક્યો બીજાથી આઠમા ક્રમ પર પહોંચ્યું
શંઘાઇએ ફરી એકવાર મોંઘા લિવિંગ સિટી હોવાનું લેબલ પ્રાપ્ત કર્યું છે. બીજી તરફ લંડને બીજું મોંઘુ શહેર હોવાનો દરજ્જો ટોક્યો પાસેથી છિનવી લીધો છે. આ વખતે ટોક્યો આ યાદીમાં આઠમા સ્થાન પર પહોંચ્યું છે. ન્યૂયોર્ક 11 મા સ્થાન પર છે. ગત વર્ષે આ સર્વેથી આ શહેરનો ક્રમ એક સ્થાન નીચે જતો રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube