F-35A Stealth Fighter Retired: વિશ્વના સૌથી મોંઘા અને આધુનિક ફાઈટર એરક્રાફ્ટ ગણાતા F-35A સ્ટીલ્થ ફાઈટર જેટને પક્ષી સાથે અથડાતા જ ભંગારમાં ફેરવાઈ જતા જોઈને દુનિયાભરના સંરક્ષણ નિષ્ણાતો ચોંકી ગયા છે. દક્ષિણ કોરિયન એરફોર્સે ગયા વર્ષે પક્ષીઓની ટક્કરથી નુકસાન સહન કર્યા પછી F-35A સ્ટીલ્થ એરક્રાફ્ટને નિવૃત્ત કરવાના નિર્ણયની જાહેરાત કરી છે. જાન્યુઆરી 2022 માં દક્ષિણ કોરિયન F-35 પાઇલટને તાલીમ દરમિયાન પક્ષીના અથડાયા બાદ તાત્કાલિક  ઉતરાણ કરવાની ફરજ પડી હતી. જેના કારણે F-35ની ફ્લાઈટ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'યુરોએશિયન ટાઈમ્સ'ના એક અહેવાલ મુજબ, તે સમયે દક્ષિણ કોરિયાની વાયુસેનાએ ખુલાસો કર્યો હતો કે F-35 એરક્રાફ્ટને 10 કિલોનું ઈગલ અથડાયું હતં. આ અકસ્માતને કારણે હાઇડ્રોલિક ડક્ટ અને વીજ પુરવઠાના કેબલને નુકસાન થયું હતું. આનાથી લેન્ડિંગ ગિયરના સંચાલનમાં અવરોધ ઊભો થયો. પરિણામે, પ્લેનને બેલી લેન્ડિંગ કરવું પડ્યું, પરંતુ પાઇલટ સુરક્ષિત રહ્યો હતો. 


દક્ષિણ કોરિયન એરફોર્સ તેના સમારકામનો ખર્ચ જાણીને ચોંકી ઉઠી હતી. લોકહીડ માર્ટિન, જે કંપનીએ પ્લેન બનાવ્યું હતું, તેણે લગભગ 300 મોંઘા અને જટિલ સાધનોને ગંભીર નુકસાન શોધી કાઢ્યું હતું. કંપનીનો અંદાજ છે કે સમારકામનો ખર્ચ અંદાજે 140 બિલિયન વોન ($107.6 મિલિયન અથવા રૂ. 900 કરોડની સમકક્ષ) છે. તેની ખરીદ કિંમત 750 કરોડ રૂપિયાથી વધુ છે. આને ધ્યાનમાં રાખીને વાયુસેનાએ F-35 ને નિવૃત્ત કરવાનું શ્રેષ્ઠ માન્યું છે.


દક્ષિણ કોરિયાની વાયુસેના પાસે હાલમાં 40 F-35A વિમાનોનો કાફલો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સપ્ટેમ્બર 2023 માં દક્ષિણ કોરિયાને 5.06 બિલિયન યુએસ ડોલરમાં 25 F-35A ફાઇટર પ્લેન વેચવાની મંજૂરી આપી હતી. નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર્સ માટે શોર્ટ-ટેકઓફ અને વર્ટિકલ-લેન્ડિંગ સાથે F-35Bની ખરીદી અંગે ચર્ચાઓ થઈ ચૂકી છે. પરંતુ હાલ ડીલને લઈને અનિશ્ચિતતાઓ છે.


અમેરિકા ભારતને તેનું એડવાન્સ ફાઈટર જેટ F-35 વેચવામાં પણ રસ ધરાવે છે. આ માટે અમેરિકામાં એક બિલ પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી એવી આશા વધી રહી છે કે અમેરિકા ભારતને તેના F-22 અને F-35 જેવા પાંચમી પેઢીના એડવાન્સ્ડ ફાઈટર જેટ્સ વેચી શકે છે. અત્યાર સુધી વિશ્વના માત્ર કેટલાક પસંદગીના દેશો જેમ કે ઈઝરાયેલ, જાપાન અને દક્ષિણ કોરિયા પાસે આ ફાઈટર જેટ્સ છે.