Nail Polish: વધુમાં વધુ કેટલા રૂપિયાની હશે નેલ પૉલિશ? 10 હજાર, 1 લાખ, 10 લાખ? નહીં, સામાન્ય વ્યક્તિની ગણતરીથી પણ બહાર
Worlds most expensive nail polish: આ કાળા રંગની નેલ પૉલિશને ખરીદનારાઓમાં હોલિવુડ એક્ટ્રેસ મેગનન ફોક્સ, કેલી ક્લાર્કસન અને લિવ ટાયલેર પણ સામેલ છે.
Worlds most expensive nail polish: તમારી નજરમાં દુનિયામાં સૌથી મોંઘી નેલ પૉલિશ કેટલા રૂપિયાની હોઈ શકે? કદાચ તમારો જવાબ હશે કે વધુમાં વધુ 1 લાખ રૂપિયા. પરંતુ, દુનિયાની સૌથી મોંઘી નેલ પૉલિશની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. દુનિયાની સૌથી કિંમતી નેલ પૉલિશની એક બોટલની કિંમતમાં લક્ઝરી ગાડી-બંગલો આવી શકે છે. અથવા તો તમે ડાયમંડની અઢળક જ્વેલરી ખરીદી શકો છો. દુનિયાની સૌથી મોંઘી નેલ પૉલિશનું નામ અજેચર બ્લેક ડાયમંડ (Azature Black Diamond)છે. આ કાળા રંગની નેલ પૉલિશને લૉસ એન્જેલિસના ડિઝાઈનર અજેચર પોગોસિએને (Azature Pogosian) બનાવી છે
આ બ્લેક કલરની નેલ પૉલિશની એક બોટલની કિંમત લગભગ 2,50,000 ડૉલર, એટલે કે 1 કરોડ 90 લાખ રૂપિયા છે. આ કાળા રંગની નેલ પૉલિશને ખરીદનારાઓમાં હોલિવુડ એક્ટ્રેસ મેગનન ફોક્સ, કેલી ક્લાર્કસન અને લિવ ટાયલેર પણ સામેલ છે. આ પહેલાં આ બ્રાન્ડે લાખો રૂપિયાની અને ડાયમંડની નેલ પૉલિશ લોન્ચ કરી હતી. પરંતુ બ્લેક ડાયમંડ નેલ પૉલિશ અજેચર આગળ તમામ નેલ પૉલિશ ઝાંખી છે.
આ પણ વાંચો:
IPL ઓક્શન બાદ આ છે IPL 2023ની 10 ટીમો, જાણો દરેક ટીમના ખેલાડીઓની સંપૂર્ણ યાદી
5000 રૂપિયાથી ઓછી કિંમતની ટોપ-5 સ્માર્ટવોચ, પ્રાઈસ સાથે ફિચર્સ પણ છે જોરદાર
રસોડામાં વેલણ-પાટલીનો ઉપયોગ કરતી વખતે આ વાતોનું ખાસ રાખો ધ્યાન, નહીં તો થઈ જશો બરબાદ
શા માટે છે આટલી મોંઘી
અજેચર બ્લેક ડાયમંડ (Azature Black Diamond)નું આટલું મોંઘુ હોવાનું રહસ્ય તેને બનાવવામાં ઉપયોગમાં લેનાર સામગ્રી છે. આને ડિઝાઈન કરનાર ડિઝાઈનરે આને બનાવવા માટે 267 કેરેટ બ્લેક ડાયમંડનો પ્રયોગ કર્યો છે. એ જ કારણ છેકે આ નેલ પૉલિશની કિંમત 2 કરોડ રૂપિયાની આસપાસ છે. આ નેલ પૉલિશ એક મોંઘી Manicure Serviceની સાથે આવે છે. એટલા માટે અમુક જ સેલિબ્રિટી Manicurists દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં આને માત્ર 25 લોકોએ જ ખરીદી છે.
gold rush couture nail polish પણ દુનિયાની એક મોંઘી નેલ પૉલિશ છે. આની કિંમત 93 લાખ રૂપિયા છે. આ નેલ પૉલિશની ખાસ વાત એ છે કે, આની બોટલ પર 118 ક્રિસ્ટલ ડાયમંડ્સ લાગ્યા છે. આઈ ડૂ બાય એલે કૉસ્મેટિક્સ નેલ પૉલિશ પણ મોંઘી નેલપેઈન્ટમાં સામેલ છે. આને પ્લેટિનમના ભૂક્કાથી બનાવવામાં આવે છે અને તેની કિંમત 40 લાખ રૂપિયા છે.
આ પણ વાંચો:
CISF Raising Day: આજે CISFનો 54મો સ્થાપના દિવસ, જાણો કેમ કરવામાં આવી હતી CISFની રચના
Shocking Viral Video: સાપ અને બિલાડીની લડાઈનો વીડિયો થયો વાયરલ
Netflix પર આવશે આ 5 પોપ્યુલર શોની ત્રીજી સિઝન, જોઈ લો તમારા ફેવરીટ શો લિસ્ટમાં છે ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube