ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું છે કે તેમના દેશમાં ઈસ્લામ ચીનને અનુકૂળ હોવો જોઈએ. શી જિનપિંગે આ વાત શિનજિયાંગ રાજ્યના અધિકારીઓને કહી જ્યાં તેઓ ચાર દિવસના પ્રવાસે પહોંચ્યા છે. અત્રે જણાવવાનું કે શિનજિયાંગ ચીનનું એ રાજ્ય છે જ્યાં ઉઈગર મુસ્લિમોની સારી એવી વસ્તી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શી જિનપિંગે અહીં પોતાના અધિકારીઓને કહ્યું કે ઈસ્લામે ચીની સમાજને અનુકૂળ હોવું જોઈએ અને સમાજવાદી માળખાને અપનાવવું જોઈએ. જેનું ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી પ્રતિનિધિત્વ કરે છે. ચીનના રાષ્ટ્રપતિએ પોતાના અધિકારીઓને કહ્યું કે આ સમુદાયે ચીન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વધારવી જોઈએ. આ સાથે જ તેમણે અન્ય સમુદાય સાથે સંવાદ સ્થાપિત કરવા માટે કામ કરવું જોઈએ. શીએ ધાર્મિક મામલાઓમાં શાસન ક્ષમતામાં સુધાર લાવવા માટે તથા ધર્મોના સ્વસ્થ વિકાસને સાકાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. 


એજન્સીના રિપોર્ટ મુજબ શી જિનપિંગે કહ્યું કે ચીનમાં ઈસ્લામ ચીની વાતાવરણમાં ખીલવો જોઈએ અને તમામ ધર્મોએ સમાજવાદી વ્યવસ્થાને અનુકૂળ પોતાને વિક્સિત કરવા જોઈએ. શી જિનપિંગે કહ્યું કે ધર્મોને માનનારા પાર્ટી અને સરકાર સાથે સંગઠિત હોવા જોઈએ. અત્રે જણાવવાનું કે ચીનના રાષ્ટ્રપતિ ઘણા સમયથી ઈસ્લામ ધર્મને લઈને નિવેદન આપી રહ્યા છે જેમાં તેમનું કહેવું છે કે આ ધર્મ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની નીતિઓને અનુકૂળ હોય. 


Silver Shivling Found: નદીમાંથી ચાંદીનું અદભૂત શિવલિંગ મળ્યું, લોકો માની રહ્યા છે ચમત્કાર


શિનજિયાંગમાં સાંસ્કૃતિક ઓળખ પર ભાર મૂકતા શી જિનપિંગે કહ્યું કે તમામ સમુદાયો એ પ્રકારે શિક્ષિત અને ગાઈડ થવા જોઈએ જેથી કરીને તેમની ઓળખ તેમની માતૃભૂમિ, ચીનની સંસ્કૃતિ, કમ્યુનિસ્ટ પાર્ટી અને સમાજવાદ સાથે મજબૂત થાય. 


અત્રે જણાવવાનું કે ચીનના શિનજિયાંગ પ્રાંતથી જ ઉઈગર મુસ્લિમો સાથે કેમ્પમાં અત્યાચારના સમાચાર આવતા રહે છે. જો કે ચીન હંમેશા આવી ઘટનાઓ પર ઢાંકપીછોડો કરવાના પ્રયત્નો કરતું રહે છે. જે કેમ્પોમાંથી આ પ્રકારની બર્બરતાવાળા અત્યાચારની ખબરો આવે છે તેને ચીન શિક્ષણ કેન્દ્ર ગણાવે છે. આ સાથે જ વિસ્તારમાં સક્રિય તુર્કિસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટ નામના સંગઠન પર આતંકી હુમલાના પણ આરોપ લગાવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube