બિજિંગઃ ચીનના રાષ્ટ્રપતી શી જિનપિંગે હોંગકોંગમાં આઝાદી માટે વિરોધ પ્રદર્શન કરતા લોકોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. જિનપિંગે જણાવ્યું છે કે, જે કોઈ ચીનના ભાગલા પાડવાના પ્રયાસ કરશે તેને કચડી નાખવામાં આવશે અને તેના હાડકાં ભાંગી નખાશે. ચીનના રાષ્ટ્રપતિએ નેપાળ પ્રવાસ દરમિયાન આ નિવેદન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોંગકોંગમાં શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવતી રેલી રવિવારે ઉગ્ર થઈ ગઈ હતી. અનેક સ્થળે પ્રદર્શનકર્તા અને ચીનના સુરક્ષા દળો વચ્ચે સંઘર્ષના સમાચાર છે. આ દરમિયાન અનેક જાહેર વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તો કેટલીક દુકાનોમાં તોડફોડ કરાઈ હતી. ત્યાર પછી જિનપિંગે આવું નિવેદન આપ્યું છે.


બિકિનીના નામે દોરા પહેરીને નીકળી પડી આ યુવતી, ફોટા વાઈરલ થતા ધરપકડ થઈ


પ્રદર્શનકારીઓની ઉગ્રતા જોઈને રવિવારે હોંગકોંગના લગભગ 27 સ્ટેશન બંધ કરવા પડ્યા હતા. પોલીસે જણાવ્યું કે, પ્રદર્શનકર્તાને કાબુમાં લેવા માટે ઓછામાં ઓછો બળપ્રયોગ કરાયો છે, પરંતુ ટીવી પર બતાવાયેલા વીડિયોમાં તેનાથી વિરુદ્ધ સ્થિતિ દર્શાવાઈ હતી. ટીવી ચેનલોમાં પ્રસારિત વીડિયોમાં સુરક્ષા દળોનાં પ્રયોગના કારણે પ્રદર્શકર્તાઓ રાડ-બૂમ કરતા જોવા મળ્યા હતા, તેમને  ઢસડી-ઢસડીને વેર-વિખેર કરાઈ રહ્યા હતા. 


અર્થશાસ્ત્રનો નોબેલઃ ભારતીય મુળના અભિજીત બેનરજી સહિત કુલ ત્રણને પુરસ્કાર


એવું કહેવાય છે કે, પ્રદર્શનકર્તાનું સમર્થન કરી રહેલા દુકાનદારોને પોલીસે પકડીને મોલમાંથી બહાર કાઢી મુક્યા હતા. સ્થાનિક તંત્રએ જણાવ્યું કે, પ્રદર્શનકારીઓએ મોંગ કોક પોલીસ સ્ટેશન પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો અને એક પોલીસ અધિકારી પર હુમલો કરીને તેની ડોકમાં ઈજા પહોંચાડી હતી. શી જિનપિંગે પોતાના નિવેદનમાં પ્રદર્શનકર્તાનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ કહેવાય છે કે તેમણે આ લોકોના સંદર્ભમાં જ નિવેદન આપ્યું છે. 


શું વર્લ્ડ વૉર-3ના વાગી રહ્યા છે ભણકારા? તુર્કી-સીરિયા વચ્ચે 72 કલાકથી ચાલી રહ્યું છે યુદ્ધ


10 હજાર લોકોને કડી નાખ્યા હતા ચીને
ઉલ્લેખનીય છે કે ચીનમાં 1989માં લોકશાહીની માગણી કરી રહેલા લોકો પર તત્કાલિન ચીનની સરકારે થિયાનમેન ચોકમાં ટેન્કો ફેરવી દીધી હતી, જેમાં 10 હજારથી વધુ લોકોનાં મોત થયા હતા. આટલા મોટા પ્રમાણમાં હત્યા કરાયા બાદ પણ ચીનમાં કોઈ મોટું આંદોલન થયું ન હતું. ચીનમાં સરમુખત્યારશાહી છે અને લોકોને અવાજ ઉઠાવાનો અધિકાર નથી. 


જુઓ LIVE TV...


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....