શું વર્લ્ડ વૉર-3ના વાગી રહ્યા છે ભણકારા? તુર્કી-સીરિયા વચ્ચે 72 કલાકથી ચાલી રહ્યું છે યુદ્ધ
મહાયુદ્ધ વર્લ્ડ વૉર-3ના ભણકારા સંભળાવા લાગ્યા છે, કુર્દોના કબ્જાવાળા સીરિયાના આ વિસ્તારમાં 72 કલાકથી ચાલી રહેલા યુદ્ધમાં લાશોના ઢગલા, તમામ માનવાધિકાર નેવે મુકી દેવાયા
Trending Photos
નવી દિલ્હી : મહાયુદ્ધ વર્લ્ડ વોર 3ના (world war 3) ભણકારા વાગવા લાગ્યા છે. કુર્દોના કબ્જામાં રહેલા સીરિયાના (SYRIA) આ વિસ્તારમાં છેલ્લા 72 કલાકથી મહાયુદ્ધ થઇ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ચેતવણી છતા પણ તુર્કી (Turkey) સમર્થિત સીરિયન વિદ્રોહીઓએ કુર્દ નિયંત્રિત પૂર્વોત્તર સીરિયામાં સૈન્ય આક્રમણ કરી દીધું. હવાઇ હુમલા અને ગોળીબારથી સીરિયાના સીમાવર્તી વિસ્તાર ધણધણી ઉઠ્યા. આ મહાયુદ્ધે એક જ દિવસમાં 60 હજાર કરતા પણ વધારે લોકોને બેઘર કરી દીધા. વિસ્થાપિતોમાંથી મોટા ભાગનાં લોકો પૂર્વી હસાકેહ શહેરની તરફ વધી રહ્યા છે. તુર્કી અને સીરિયાની વચ્ચે યુદ્ધનો સૌથી વધારે પ્રભાવ સીમાવર્તી રાસ અલ અયિન, તાલ અબ્યાદ અને દેરબશિયામાં થઇ છે.
અયોધ્યા વિવાદ : ચુકાદાની તારીખ નજીક આવતા જ કલમ 144 લાગુ, સુરક્ષાદળોનો ખડકલો
સીરિયા- તુર્કી સીમાના પાચ કિલોમીટરનાં વર્તુલમાં આશરે 4 લાખ 50 હજાર લોકો રહે છે અને જો બંન્ને પક્ષોએ સંયમ નહી વર્તે અને નાગરિકોની સુરક્ષાને મહત્વ નહી આપે તો આ વિસ્તારમાં માત્ર કબ્રસ્તાન જ બચશે. અમેરિકાએ તુર્કીને પ્રતિબંધોનો ડર દેખાડ્યો. યુદ્ધ રોકવાના પ્રયાસો કર્યા પરંતુ એવું થઇ શક્યું નહોતું.
PAK સીમા પર ડ્રોન દેખાય તો કોઇની પરવાનગી વગર તત્કાલ તોડી પાડવા સેનાને આદેશ
ટ્રમ્પની ધમકી છતા યુદ્ધ ચાલુ
ગત્ત રવિવારે અમેરિકાએ સીરિયા સાથે પોતાના સૈનિકોને પરત બોલાવવાની જાહેરાત કરી અને તે જ જાહેરાત બાદ તુર્કીએ સીરિયા પર આક્રમણ કરી દીધું. સ્થિતી વર્લ્ડ વોર જેવી સર્જાઇ રહી છે. ટ્રમ્પનું કહેવું છે કે તુર્કી અને કુર્દની લડાઇ સદીઓ જુની છે, અમે તેમાંથી બહાર આવી ચુકીયા છીએ, જે તેમણે ન કરવું જોઇએ, તો અમે તેમના પર એવા પ્રતિબંધો લગાવીશું કે એવા પ્રતિબંધો કોઇ દેશોએ નહી જોયા હોય. બીજી તરફ સમગ્ર વિશ્વ મહાયુદ્ધ અંગે રિએક્શન પર આવી રહ્યા છે. ભારતે તુર્કી સાથે સીરિયાની સંપ્રભુતાના સન્માનની અપીલ કરી.
પાકિસ્તાને ફરી સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યું, ભારતીય જવાન શહીદ
આ સાથે જ ભારતે તુર્કી સાથે વાતચીતના માધ્યમથી વિવાદ ઉકેલવાની પૈરવી કરી. બીજી તરફ ફ્રાંસે કડક શબ્દોમાં તુર્કીને સલાહ આપી. ફ્રાંસે રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૈક્રોએ કડક શબ્દોમાં હુમલાની ટિકા કરી અને તુર્કીને હદમાં રહેવાની સલાહ આપી. સીરિયામાં તુર્કીના હુમલાની ગુંજ સંયુક્ત રાષ્ટ્રમાં પણ સાંભળવા મળી. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એટોનિયો ગુટારેજે હુમલા બાદ ઉંડી ચિંતા વ્યક્ત કરી અને સીરિયામાં તુર્કીના સૈન્ય હુમલાને અટકાવવા માટેની અપીલ કરી.
સર્બિયામાં પાકિસ્તાને ઉઠાવ્યો જમ્મુ કાશ્મીરનો મુદ્દો, ભડકેલા થરૂરે ઝાટકણી કાઢી
તુર્કીએ સીરિયા પર હુમલો શા માટે કર્યો ?
તુર્કીએ સીરિયા પર હુમલો કર્યો ? તે પણ સમજવું જરૂરી છે. અસલમાં અમેરિકાએ કુર્દ સંગઠનોને ISISની વિરુદ્ધ ઉભા કર્યા હતા. કુર્દ લડાકુને ટ્રેનિંગથી માંડીને હથિયારોની મદદ કરી. હવે અમેરિકા કુર્દ સંગઠનોની મદદ નથી કરવા માંગતા. હવે તેઓ સીરિયાથી નિકળવા માંગે છે જેવી રીતે તે અફઘાનિસ્તામાંથી નિકળ્યું હતું. એક પ્રકારે અમેરિકાએ તુર્કીને સીરિયા પર હુમલા માટે લીલી ઝંડી દેખાડી. એટલે કે જ્યાં સુધી અમેરિકાનું હિત હતું. તેણે કુર્દ સંગઠનોનો ઉપયોગ કર્યો. આ અમેરિકાની યુઝ એન્ડ થ્રોની નીતિ પણ કહી શકો છો. જો કે સીરિયા પર આક્રમણ કરનારા તુર્કી છે. જેણે યુએનમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ આપ્યો હતો.
ઇંસ્ટાગ્રામ પર 3 કરોડ ફોલોઅર્સ સાથે PM મોદી બન્યા વર્લ્ડ નં.1 નેતા
તુર્કીના રાષ્ટ્રપતિએ ભારતના આંતરિક મુદ્દે હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે કાશ્મીરમાં માનવાધિકારના હનનના આરોપ લગાવ્યા હતા અને હવ તુર્કીના રાષ્ટ્રપતિ સીરિયા પર હુમલો કરી રહ્યા છે પરંતુ આજે તુર્કી પોતે બીજા દેશોની સંપ્રભુતાનું હનન કરી રહ્યું છે. તુર્કી કુર્દ લોકોની કત્લેઆમ કરી રહ્યા છે. હવે તુર્કીનો માનવાધિકાર ક્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે