ભારતથી શરૂ થયેલા યોગનો હવે સમગ્ર દુનિયામાં ડંકો વાગી રહ્યો છે. જ્યારથી વિશ્વ યોગ દિવસને માન્યતા અપાઈ ત્યારથી યોગની ખ્યાતિ ઘણી વધી ગઈ છે. સ્થિતિ એવી છે કે હવે અંતરિક્ષમાં પણ યોગ થવા લાગ્યો છે. હાલમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અંતરિક્ષ યાત્રીએ આ કમાલ કરી બતાવ્યો. એ પણ કરી દેખાડ્યું કે ઝીરો ગ્રેવિટી પર કેવી રીતે યોગ કરાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામંથા ક્રિસ્ટોફોરેટીએ અંતરિક્ષમાં કરી યોગમુદ્રા
યુરોપીયન સ્પેસ એજન્સીના અંતરિક્ષ યાત્રી સામંથા ક્રિસ્ટોફોરેટીએ અંતરિક્ષમાં કેટલાક યોગાસન કર્યા. જેનો એક વીડિયો પણ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં આ અંતરિક્ષ યાત્રી શૂન્ય ગુરુત્વાકર્ષણમાં કેટલીક યોગ મુદ્રાઓ  કરતા જોવા મળી રહ્યા છે. ઝીરો ગ્રેવિટી હોવા છતાં તેમણે અનેક આસનો ખાસ કરીને ગરુડાસન એટલે કે ઈગલ યોગ મુદ્રા કરી. પોતાના યોગ ટીચરની સૂચના પ્રમાણે તેમણે આ રીતે યોગાસન કર્યા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube