તમે વિશ્વની ટોચની 5 યુનિવર્સિટીઓમાં મફતમાં કરી શકો છો અભ્યાસ, 100% મળે છે શિષ્યવૃત્તિ
Scholarship Guide : ઉત્તમ શૈક્ષણિક રેકોર્ડ ધરાવતા ઘણા પ્રતિભાશાળી અને ઉત્તમ વિદ્યાર્થીઓ ઓછા પૈસાને કારણે વિદેશમાં અભ્યાસ કરી શકતા નથી. પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી. વિશ્વની ટોચની યુનિવર્સિટીઓ 100 ટકા સુધીની શિષ્યવૃત્તિ આપે છે. જેમાં ટ્યુશન ફીથી લઈને રહેઠાણ અને વિમાની ભાડા સુધીની તમામ બાબતો આવરી લેવામાં આવી છે.
Scholarship Guide : ઓછા પૈસા ધરાવતા લોકો માટે, વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાનું હવે માત્ર એક સ્વપ્ન નથી. ઓક્સફોર્ડ જેવી ઘણી વિશ્વ-સ્તરની યુનિવર્સિટીઓ ટ્યુશન ફી વિના ગુણવત્તાયુક્ત વિદ્યાર્થીઓને પ્રોગ્રામ ઓફર કરે છે. શિષ્યવૃત્તિ દ્વારા આ શક્ય છે. જો કે, 100 ટકા ટ્યુશન ફી માફ કરતી શિષ્યવૃત્તિ માટે સખત સ્પર્ધાનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ વિશ્વની ટોચની યુનિવર્સિટીઓ અને તેમના દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિઓ વિશે, જેના દ્વારા ટ્યુશન ફી માફ કરી શકાય છે.
બિપરજોય જેવા વાવાઝોડાની આગાહી, જાણો કોણે રાખ્યું છે 'તેજ' નામ અને કેટલી તબાહી સર્જે?
ઓક્સફોર્ડ યુનિવર્સિટી
ઑક્સફર્ડ યુનિવર્સિટી, જે ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં પ્રથમ ક્રમે છે, તે ઘણા પ્રકારની શિષ્યવૃત્તિઓ અને ગ્રાન્ટ પ્રદાન કરે છે. અહીં ભણતા વિદ્યાર્થીઓમાંથી લગભગ 42 ટકા અન્ય દેશોના છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દર વર્ષે 10 કોમનવેલ્થ શેયર્ડ શિષ્યવૃત્તિ ઓફર કરે છે. આ શિષ્યવૃત્તિ સમગ્ર કોર્સ ફી અને જીવન ખર્ચને આવરી લે છે. યુનિવર્સિટી £16,164 ની કુલ શિષ્યવૃત્તિ આપે છે.
PHOTOs: યુવાધન હિલોળે ચઢ્યું; હૈયે હૈયું દળાય એવી ભીડ વચ્ચે "છોગાડો" છવાયો
કોણ અરજી કરી શકે છેઃ ભારત સહિત ઓછી અથવા મધ્યમ આવક ધરાવતા કોમનવેલ્થ દેશોના જે વિદ્યાર્થીઓએ પૂર્ણ સમયની માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ લીધો છે તેઓ કોમનવેલ્થ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે. શિષ્યવૃત્તિ માટેની પસંદગી પ્રક્રિયા વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને નાણાકીય પૃષ્ઠભૂમિ પર આધારિત છે. વધુ માહિતી માટે, વેબસાઇટ https://cscuk.fcdo.gov.uk/scholarships/commonwealth-shared-scholarships/ ની મુલાકાત લઈ શકાય છે. આ ઉપરાંત, આ શિષ્યવૃત્તિઓ પણ છે - ફેલિક્સ શિષ્યવૃત્તિ, હેલ્મોર ગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિ, ઇતિહાસમાં ઓક્સફોર્ડ-એન્ડરસન ગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિ, એન્જિનિયરિંગમાં ઓક્સફર્ડ-એશ્ટન ગ્રેજ્યુએટ સ્કોલરશિપ.
1 લાખના બનાવી દીધા 12.49 કરોડ રૂપિયા, બજારની તેજી-મંદીમાં આ સ્ટોકે ભરી ઉડાન
હાર્વર્ડ યુનિવર્સિટી
હાર્વર્ડ યુનિવર્સિટી પણ 100 ટકા સુધીની શિષ્યવૃત્તિ આપે છે. અહીં લગભગ 55 ટકા વિદ્યાર્થીઓ જરૂરિયાત બેસ્ટ ગ્રાન્ટના આધારે અભ્યાસ કરે છે. આંકડા મુજબ અહીં ભણતા દરેક પાંચમા વિદ્યાર્થીનું શિક્ષણ મફત છે. અહીં પ્રવેશ લેતી વખતે નીડ બેસ્ડ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકાય છે.
વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં સૌથી મોટો ફેરફાર, આ સમીકરણો બદલી શકે છે ટોપ-4નું ગણિત
કોણ અરજી કરી શકે
તે વિદ્યાર્થીઓ નીડ બેસ્ડ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે જેમની પાસે હાર્વર્ડમાં અભ્યાસ કરવાની ક્ષમતા છે પરંતુ ખર્ચ ભોગવી શકતી નથી. યુનિવર્સિટી ફન્ડીંગ ઓપ્શનના દરેક વિકલ્પો વિશે એક બાદ એક માહિતી પ્રદાન કરે છે. વધુ માહિતી માટે, સત્તાવાર વેબસાઇટ https://college.harvard.edu/financial-aid/how-aid-works/types-aid ની મુલાકાત લઈ શકાય છે.
તહેવારોની સિઝનમાં નથી મળતી કન્ફર્મ ટિકિટ? બિલકુલ ચિંતા ન કરો, આ એપથી કરો ટિકીટ બુક!
કેમ્બ્રિજ યુનિવર્સિટી
યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઘણી શિષ્યવૃત્તિ પણ આપે છે. જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કેમ્બ્રિજ કોમનવેલ્થ અથવા GATESનો સમાવેશ થાય છે. કેટલીક કોલેજો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આંશિક નાણાકીય સહાય પણ પૂરી પાડે છે.
'તેરી ગલિયો મેં ના રખેંગે કદમ', ભારત સામે હાર બાદ બશીર ચાચાનો પોક મુકીને રડતો વીડિયો
ભારતીય વિદ્યાર્થીઓ કેન્સર રિસર્ચ યુકે કેમ્બ્રિજ ઇન્સ્ટિટ્યૂટ સ્ટુડન્ટશિપ, એમઆરસી સ્ટુડન્ટશિપ, હર્શેલ સ્મિથ રિસર્ચ સ્ટુડન્ટશિપ, ટ્રિનિટી એક્સટર્નલ રિસર્ચ સ્ટુડન્ટશિપ, ક્રિષ્નન-એંગ સ્ટુડન્ટશિપ જેવી શિષ્યવૃત્તિ માટે પણ અરજી કરી શકે છે. આ સિવાય GATES કેમ્બ્રિજ સ્કોલરશિપમાં 35,000 થી 65,000 પાઉન્ડની વચ્ચે સ્કોલરશિપ ઉપલબ્ધ છે. જેમાં ટ્યુશન ફી, મેઈન્ટેનન્સ, સ્ટુડન્ટ વિઝા ખર્ચ, સ્ટુડન્ટ ઈમીગ્રેશન હેલ્થ સરચાર્જ જેવા ખર્ચ આવરી લેવામાં આવ્યા છે.
ઈઝરાયેલ-હમાસ યુદ્ધને હવે અટકાવવાની થઈ રહી છે તૈયારીઓ, જો બાઈડેન ઈઝરાયેલ જશે
કોણ અરજી કરી શકે
ભારતીયો સહિત વિશ્વના 255 દેશોમાંથી કેમ્બ્રિજમાં પીએચડી અને માસ્ટર્સ ડિગ્રી પ્રોગ્રામના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટ https://www.student-funding.cam.ac.uk/fund/gates-cambridge-scholarship-2023 ની મુલાકાત લઈ શકો છો.
દોઢ વર્ષ સુધી આ જાતકોને જલ્સા, પૈસાથી ભરાઈ જશે બેન્ક એકાઉન્ટ, ગ્રહ ગોચરથી ચમકી જશે
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી
અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને ઘણી શિષ્યવૃત્તિ પણ આપે છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ શિષ્યવૃત્તિઓમાં બ્રિજિંગ સ્કોલરશિપ, બનયન ઇમ્પેક્ટ ફેલોશિપ, ફંડ ફોર એજ્યુકેશન એબ્રોડ, લૂઝ સ્કોલર્સ પ્રોગ્રામ વગેરેનો સમાવેશ થાય છે.
World Cup 2023: માત્ર એક મુશ્કેલ મેચમાં જીત, તો સરળતાથી સેમીફાઈનલમાં પહોંચી જશે ભારત
કોણ અરજી કરી શકે છે:
સ્ટેનફોર્ડમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે. વધુ માહિતી માટે આ લિંકની મુલાકાત લઈ શકાય છે: https://financialaid.stanford.edu/undergraduate/how/international.html.
ફક્ત એક મહિનો ચોખાના પાણીથી વાળ ધોઈ જુઓ, આ 5 સમસ્યાઓ દૂર થઈ જશે
મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)
MIT વિદ્યાર્થીઓની નાણાકીય જરૂરિયાતો અને ક્ષમતાઓ અનુસાર યોજનાઓ તૈયાર થાય છે. અહીં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક વિદ્યાર્થીઓ માટે સમાન વિકલ્પો છે.
સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા? ચુકાદો આપતી વખતે CJI ચંદ્રચૂડની 10 મોટી વાતો
કોણ અરજી કરી શકે
MITમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. વધુ માહિતી માટે, https://sfs.mit.edu/undergraduate-students/apply-for-aid/international/ લિંકની મુલાકાત લઈ શકાય છે.