નવી દિલ્હી: તમે જોયું હશે કે જ્યારે વ્યક્તિ ખુબ ગુસ્સામાં હોય તો ક્યારેક કોફી મગ તોડી નાખે છે, ટીવીના રિમોટને પછાડે છે કે પછી જો ખાવાનું સારું ન મળે તો પીરસેલી થાળી ફેંકી દે છે. પરંતુ ક્યારેય જોયુ છે કે કોઈ વ્યક્તિને એટલો બધો ગુસ્સો આવ્યો હોય કે તે પોતાની લક્ઝરી કાર જ બાળી મૂકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉદી અરબે પાકિસ્તાનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, ભારતને આપી 'દિવાળી ભેટ'


YouTuber​ ના ગુસ્સાનો ભોગ બની લક્ઝરી કાર
તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીએ છીએ કે જેણે ગુસ્સામાં આવીને પોતાની જ મોંઘીદાટ મર્સિડિઝ ગાડી પર કેરોસિન છાંટીને બાળી મૂકી. આ વ્યક્તિનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કારની કિંમત 2 કરોડ 58 લાખ 86 હજાર 875(USD 350,000)થી પણ વધુ હોવાની કહેવાય છે. આટલી મોંઘી કાર એક વ્યક્તિના ગુસ્સાના કારણે રાખ બની ગઈ. 


VIDEO: એવો તે કયો ડર હતો પાકિસ્તાનને કે તાબડતોબ અભિનંદનની ઘરવાપસી કરાવી? હવે થયો ખુલાસો


રશિયામાં રહેતો આ શખ્સ એક Youtuber છે જેનું નામ મિખાઈલ લિટવિન (Mikhail Litvin) છે. રસપ્રદ વાત એ છે કે મિખાઈલે પોતે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ  કર્યો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.  


જુઓ VIDEO


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube