શું બંધ થઈ જશે ફ્રી કોલ અને ડેટા પ્લાન? જાણો TRAIનું નેકસ્ટ સ્ટેપ 

પ્રસ્તાવિત વ્યવસ્થા અમલમાં મુકાશે તો ફ્રી કોલ અને સસ્તા ડેટાની સુવિધા પર પુર્ણવિરામ મુકાઈ જશે

શું બંધ થઈ જશે ફ્રી કોલ અને ડેટા પ્લાન? જાણો TRAIનું નેકસ્ટ સ્ટેપ 

નવી દિલ્હી : રિલાયન્સ Jioના માર્કેટમાં આવતાની સાથે જ મોટાભાગની  કંપનીઓએ ગ્રાહકોને ફ્રી ડેટા અને કોલિંગ પ્લાન આપવાનું શરૂ કરી દીધું  હતું. હવે મોટાભાગની કંપનીઓ ફ્રી કોલિંગની અને રોજના 1-2 GB ફ્રી ડેટાની સુવિધા આપે છે. જોકે હવે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા(TRAI)નો નવો નિયમ લાગુ થયો તો ફ્રી કોલ અને સસ્તા ડેટાની સુવિધાનો અંત આવી જશે. ઝી બિઝનેસને પર આવેલા સમાચાર પ્રમાણે ટેલિકોમ કંપનીઓએ ટેરિફ રેગ્યુલેશન માટે (TRAI)ને લખ્યું છે. TRAIએ લઘુત્તમ દર વિશે 17 જાન્યુઆરી સુધી સૂચનો માગ્યા છે. 

હકીકતમાં ફ્રી કોલ કે ડેટા વહેંચણી કરીને કેટલીક મોટી કંપનીઓ ખોટ સહન કરીને પણ ગ્રાહકો વચ્ચે લોકપ્રિય થઈ છે. આ કંપનીઓ પાસે વધારે પૈસા હોવાના કારણે તેમના માટે ખોટ સહન કરવાનું શક્ય છે. જોકે આ આના કારણે બીજી કંપનીઓએ દબાણમાં રહેવું પડે છે અને પોતાના પ્લાન ફ્રી યોજનાની આસપાસ તૈયાર કરવા પડે છે. ટ્રાઇના ચેરમેન આર.એસ. શર્માના મત પ્રમાણે ટેલિકોમ કંપનીઓ માટેના નિયમો નક્કી કરવાથી માર્કેટમાં સમાનતા આવશે. આના કારણે ટેલિકોમ સેક્ટરમાં સ્પર્ધાની સાથેસાથે વિકાસ પણ થશે. 

નોંધનીય છે કે આ પહેલાં 2017માં ટેલિકોમ કંપનીઓએ મિનિમમ ટેરિફ નક્કી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પણ એ સમયે સહમતિ નહોતી સધાઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news