Gandii Baat: ચૂપકેથી આવી ગઈ ગંદી બાતની સિઝન 7, કરો એક જ ક્લિક અને લાઇવ જુઓ

New OTT Webseries: એકતા કપૂરે પોતાની જાતને Alt Balaji એપથી અલગ કરી લીધી છે. તેણીની પર આરોપો લાગ્યા હતા કે તેસમાજમાં અશ્લીલ સામગ્રી પીરસતી હતી. એકતાને હટાવવાની સાથે જ એપ પર સૌથી વધુ લોકપ્રિય શો ગંદી બાતની સિઝન સાત રિલીઝ કરવામાં આવી છે. પરંતુ આ વખતે પહેલાની જેમ જોરથી પ્રચાર કરવામાં આવ્યો નથી.

Gandii Baat: ચૂપકેથી આવી ગઈ ગંદી બાતની સિઝન 7, કરો એક જ ક્લિક અને લાઇવ જુઓ

Gandii Baat Season 7: ગંદી બાતની નવી સીઝન, OTT પ્લેટફોર્મ પરના સૌથી લોકપ્રિય શોમાંની એક છે. આ વખતે કોઈ પણ પ્રકારના ઘોંઘાટ વિના ખૂબ જ શાંતિથી રિલીઝ કરવામાં આવી છે. બે દિવસ પહેલા આ ફ્રેન્ચાઈઝીની સાતમી સીઝન OTT Alt Balaji પર આવી ગઈ છે. પ્રથમ સિઝનથી જ આ શો તેની શૃંગારિક વાર્તા અને ઉત્તેજક દ્રશ્યોને કારણે સમાચારમાં છે અને તેના કારણે નિર્માતા એકતા કપૂરની ટીકા પણ થઈ છે. તેના પર સમાજમાં અશ્લીલતા ફેલાવવાનો આરોપ હતો. 

આ કારણે જ એકતા કપૂર અને શોભા કપૂરે સાતમી સિઝનની રિલીઝ પહેલા અલ્ટ બાલાજીના પદ પરથી રાજીનામું આપ્યું હોવાનું માનવામાં આવે છે. વિવેક કોકાએ હવે એપના ચીફ બિઝનેસ ઓફિસરનું પદ સંભાળ્યું છે.

નામનો વિવાદ ન થાય
Alt Balaji 2017 માં શરૂ થયું અને તે તેના બોલ્ડ કન્ટેન્ટ માટે લાઈમલાઈટમાં છે. ગંદી બાતને લઈને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ જ કારણ છે કે નિર્માતાઓએ ચૂપચાપ તેની સાતમી સિઝન રિલીઝ કરી દીધી છે. અલ્ટ બાલાજીએ છેલ્લા એક વર્ષથી કોઈ શો રિલીઝ કર્યો નથી. એવું કહેવાય છે કે આ દરમિયાન એકતા અને તેની માતા શોભા કપૂરે એપમાંથી હટવા સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. જેથી કરીને જો કોઈ વિવાદ થાય તો તેનું નામ તેમાં ન આવે. તેમના ગયા પછી ગંદી બાતની સિઝન 7 નું લોન્ચિંગ એ બાબતનો ઈશારો છે કે આવનારા સમયમાં એપને નવા કન્ટેન્ટ સાથે આગળ લઈ જવાની યોજના છે.

સ્ટોરીની થીમ
હાલમાં, કંગના રનૌતનો રિયાલિટી શો લોકઅપ સીઝન 2 પણ અલ્ટ બાલાજી પર ચર્ચામાં છે. પરંતુ સવાલ એ છે કે શું ગંદી બાતની નવી સીઝનને અગાઉની છ સીઝનની જેમ દર્શકો મળશે. નિષ્ણાતોનું માનવું છે કે અલ્ટ બાલાજી એપ અને ગંદી બાતના ફોલોઅર્સની સંખ્યા ઘણી મોટી છે. 

ઓછા બજેટમાં બનેલો આ શો હંમેશની જેમ નફાકારક રહેશે. ગંદી બાતની દરેક સીઝનમાં વાર્તાઓની એક થીમ હોય છે. સિઝન 7 માં તે કહેવામાં આવ્યું છે કે કેવી રીતે ઇન્ટરનેટની દુનિયાએ લોકોના બેડરૂમ સુધી કેવી રીતે પહોંચ બવાની છે. આ સિઝનની વાર્તાઓ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ એડલ્ટ કન્ટેન્ટ સંબંધિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news