Bank Recruitment 2023: Bank of Baroda માં 500 જગ્યાઓ, ગ્રેજ્યુએટને મળશે રૂ. 5 લાખનો પગાર

Bank of Baroda recruitment: બેંક ઓફ બરોડા એક્યુસેશન ઓફિસર ભરતી 2023 માટેની ઓનલાઈન અરજીઓ 22 ફેબ્રુઆરી 2023 થી શરૂ થઈ ગઈ છે. લાયક ઉમેદવારો 14 માર્ચ સુધી સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા, તમે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા ચકાસી લેજો

Bank Recruitment 2023: Bank of Baroda માં 500 જગ્યાઓ, ગ્રેજ્યુએટને મળશે રૂ. 5 લાખનો પગાર

Bank Recruitment 2023: Bank of Baroda એ અધિગ્રહણ ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. જે પણ બેંકમાં નોકરી કરવા માગતા હોય અને આ પદ માટે લાયક હોય એવા  ઉમેદવારો બેંક ઓફ બરોડાની અધિકૃત વેબસાઇટ bankofbaroda.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 500 જગ્યાઓ ભરવામાં આવશે.

બેંક ઓફ બરોડા એક્યુસેશન ઓફિસર ભરતી 2023 માટેની ઓનલાઈન અરજીઓ 22 ફેબ્રુઆરી 2023 થી શરૂ થઈ ગઈ છે. લાયક ઉમેદવારો 14 માર્ચ સુધી સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા, તમે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા ચકાસી લેજો

BOB વેકેન્સી 2023: અહીં ખાલી જગ્યાની વિગતો જુઓ
બિનઅનામત - 203 પોસ્ટ્સ
SC - 75 પોસ્ટ્સ
ST - 37 જગ્યાઓ
OBC - 135 પોસ્ટ્સ
EWS - 50 પોસ્ટ્સ

ખાલી જગ્યાઓની કુલ સંખ્યા - 500 જગ્યાઓ

કોણ અરજી કરી શકે છે?
જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા માગે છે તેમની પાસે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. જો આપણે વય મર્યાદા વિશે વાત કરીએ, તો ઉમેદવારની લઘુત્તમ વય 21 વર્ષથી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના ધારાધોરણો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. વધુ વિગતો સૂચનામાં જોઈ શકાય છે.

પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ, સાયકોમેટ્રિક ટેસ્ટ અથવા આગળની પસંદગી પ્રક્રિયા માટે યોગ્ય માનવામાં આવતી અન્ય કોઈપણ કસોટીનો સમાવેશ થઈ શકે છે, ત્યારબાદ ગ્રૂપ ડિસ્કશન અને અથવા ઓનલાઈન ટેસ્ટમાં લાયક ઠરેલા ઉમેદવારોના ઈન્ટરવ્યું થઈ શકે છે. દરેક વિભાગમાં લઘુત્તમ લાયકાતના ગુણ/માર્ક્સની ટકાવારી સામાન્ય શ્રેણી માટે 40% અને અનામત શ્રેણી માટે 35% હોવી જોઈએ.

અરજી ફી
જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી લાગુ કર અને પેમેન્ટ ગેટવે ફી સાથે રૂ. 600 છે. SC/ST/ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (PWD)/ મહિલાઓ માટે અરજી ફી રૂ 100 છે. ડેબિટ કાર્ડ્સ (Rupay/Visa/MasterCard/Maestro), ક્રેડિટ કાર્ડ્સ, ઈન્ટરનેટ બેન્કિંગ, IMPS, UPI વગેરેનો ઉપયોગ કરીને સ્ક્રીન પર પૂછવામાં આવેલી માહિતી આપીને જ ચુકવણી કરી શકાય છે.

આટલો મળશે પગાર 
મેટ્રો શહેરોમાં - વાર્ષિક રૂ. 5 લાખ
નોન-મેટ્રો શહેરોમાં - વાર્ષિક રૂ. 4 લાખ
ફિક્સ પગારની સાથે, પસંદ કરેલા ઉમેદવારોને પરફોર્મન્સ આધારિત વેરિએબલ પે પણ આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news