સુશાંત મામલામાં પરિવારના મૌનથી શેખર સુમન દુખી, ટ્વીટ કરી કહી પાછળ હટવાની વાત

સુશાંતના નિધનના એક મહિનાથી ઉપર થયા બાદ હવે શેખર સુમનની લડાઇ નબળી પડી તેમ લાગી રહ્યું છે. 

સુશાંત મામલામાં પરિવારના મૌનથી શેખર સુમન દુખી, ટ્વીટ કરી કહી પાછળ હટવાની વાત

નવી દિલ્હીઃ અભિનેતા શેખર સુમન  (Shekhar Suman) દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી તેમની આત્મહત્યાના મામલામાં સીબીઆઈ તપાસની માગને લઈને ટ્વીટર પર  #justiceforsushanthforum ની સાથે એક મુહિમ ચલાવી રહ્યાં હતા, પરંતુ હવે સુશાંતના નિધનના એક મહિનાથી ઉપર થયા બાદ શેખર સુમનની આ લડાઇ થોડી નબળી પડતી જોવા મળી રહી છે. મહત્વનું છે કે સુશાંત આપઘાત મામલામાં સીબીઆઈ તપાસની માગ કરનારમાં શેખર સુમન સૌથી આગળ રહ્યાં છે.

— Shekhar Suman (@shekharsuman7) July 15, 2020

શેખર સુમને એક ટ્વીટ કરીને કહ્યુ, 'તે બધાનો આભાર જેણે મારા અવાજને મજબૂત બનાવ્યો, પરંતુ આ મામલામાં પાછળ હટવાની મંજૂરી જોઈએ. તેના પર પરિવાર સંપૂર્ણ રીતે ચુપ છે, અને હું અસહજ અનુભવી રહ્યો છું. શાંત રહેવું તેનો હક છે અને આપણે તેનું સન્માન કરવું જોઈએ. તેમણે વધુ એક ટ્વીટ કરતા કહ્યુ કે, સુશાંત મામલા દ્વારા દુનિયાને આપણી સામૂહિકતા, એકતા દેખાડવાની તક મળી.'

— Shekhar Suman (@shekharsuman7) July 15, 2020

મહત્વનું છે કે શેખર સુમનનુ કહેવુ હતુ કે સુશાંતના પરિવાર તરફથી આ લડાઈ રહી નથી. તેમણે કહ્યુ કે, સુશાંત એક અભિનેતા હતો અને બિહાર સાથે સંબંધ ધરાવતો હતો. એક એક્ટર હોવાના નામે મને લાગે છે કે તે એક ફિલ્મનો પરિવાર છે. સુશાંતના નિધન બાદ એકવાર ફરી નેપોટિઝમ પર ચર્ચાઓ થવા લાગી છે. સોશિયલ મીડિયા પર લોકો સતત આ વિષય પર વાત કરી રહ્યાં છે, પરંતુ શેખર સુમનનુ કહેવુ છે કે બોલીવુડમાં નેપોટિઝમ નથી. તેમનું કહેવુ છે કે બોલીવુડમાં જૂથવાદ છે નેપોટિઝમ નહીં. અહીં એક ગેંગ છે, જેણે આ ઈન્ડસ્ટ્રી પર કબજો કરેલો છે અને આ ગેંગે તેમાં ઘણા અભિનેતા, અભિનેત્રી, ડાયરેક્ટર અને પ્રોડ્યૂસરને સામેલ કરી લીધા છે અને તેનો નિર્ણય કરી લીધો છે કે અમે લોકો આપસમાં કામ કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news