હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અમિતાભ, પોસ્ટ શેર કરીને આ 6 કામ ન કરવાની આપી સલાહ

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યાં છે અને હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે. નાણાવટી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ છે. તેઓ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સના ટચમાં છે અને તેમને સતત અપડેટ આપી રહ્યાં છે. હવે તેમણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક કામની વાતો શેર કરી છે. 
હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અમિતાભ, પોસ્ટ શેર કરીને આ 6 કામ ન કરવાની આપી સલાહ

મુંબઈ: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યાં છે અને હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે. નાણાવટી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ છે. તેઓ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સના ટચમાં છે અને તેમને સતત અપડેટ આપી રહ્યાં છે. હવે તેમણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક કામની વાતો શેર કરી છે. 

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં કેપ્શનમાં જણાવ્યું છે કે આ 6 પ્રકારની આદતોવાળા લોકો ક્યારેય ખુશ રહેતા નથી. એવા લોકો તે જેઓ ઈર્ષા કરે, ધૃણા કરે, અસંતોષી હોય, ગુસ્સો કરતા હોય, હંમેશા શક કરતા રહે કે પછી બીજાના ભરોસો જીવતા હોય. આવા લોકો હંમેશા દુખી રહે છે. તેમણે આવા કામોથી દૂર રહેવું જોઈએ. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

*ईर्ष्यी घृणी त्वसंतुष्ट: क्रोधनो नित्यशड्कितः।* *परभाग्योपजीवी च षडेते दुखभागिनः।।* *अर्थात-* सभी से ईर्ष्या करने वाले, घृणा करने वाले, असंतोषी, क्रोधी, सदा संदेह करने वाले और पराये आसरे जीने वाले ये छः प्रकार के मनुष्य हमेशा दुखी रहते हैं। अतः यथा संभव इन प्रवृत्तियों से बचना चाहिए। They that express jealousy always towards others, they who ever dislike all others, they that remain dissatisfied, angered , they that are always and ever doubting .. and those who live off others .. these 6 kinds of individuals shall remain ever filled with sadness .. whenever possible we need to save ourselves from such trend setters ..

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અત્રે જણાવવાનું કે આ અગાઉ અમિતાભ બચ્ચને મીડિયા દ્વારા પોતાના શુભચિંતકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અમિતાભ બચ્ચનની સાથે સાથે પુત્ર અભિષેક બચ્ચનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમિતાભ બચ્ચનની સાથે તેઓ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે એશ્વર્યા બચ્ચન અને આરાધ્યા બચ્ચન હોમ ક્વોરન્ટાઈન છે. જયા બચ્ચનનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news