અમદાવાદ - AMCએ જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોના ઘરે પહોંચાડી

કોરોના (corona virus) ને પગલે હવે રાજ્યના તમામ લોકો જાગૃત થઈ રહ્યાં છે. 21 દિવસના લોકડાઉનમાં નાગરિકોને સરળતા રહે અને કોઈ તકલીફ ન થાય તે માટે અનેક પગલા અને નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે ભારે વાહન પરનો પ્રતિબંધ હટાવ્યો છે. સામાન્ય દિવસોમાં ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ હતો. લોકડાઉનના 21 દિવસ માટે ભારેવાહનને અમદાવાદમાં પ્રવેશ આપશે.
અમદાવાદ - AMCએ જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોના ઘરે પહોંચાડી

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના (corona virus) ને પગલે હવે રાજ્યના તમામ લોકો જાગૃત થઈ રહ્યાં છે. 21 દિવસના લોકડાઉનમાં નાગરિકોને સરળતા રહે અને કોઈ તકલીફ ન થાય તે માટે અનેક પગલા અને નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે ભારે વાહન પરનો પ્રતિબંધ હટાવ્યો છે. સામાન્ય દિવસોમાં ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ હતો. લોકડાઉનના 21 દિવસ માટે ભારેવાહનને અમદાવાદમાં પ્રવેશ આપશે.

Amcની પ્રશંસનીય કામગીરી 
Amc વાહન મારફતે જીવન જરૂરિયાત વસ્તુઓ પહોંચાડી રહ્યું છે. લોકોના ઘર સુધી ત્યારે દૂધના પાવડર સાયન્સ સિટી રોડ પરના ફલેટમા હોમ ડિલિવરી કરવામાં આવ્યા. Amc વાહન મારફતે જીવન જરૂરિયાત વસ્તુઓ લોકો સુધી આપવામાં આવી રહી છે. amcએ 10 રીક્ષા શરૂ કરી છે, જેમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમા લોકોની સોસાયટીમાં જઈને શાકભાજી આપી રહ્યું છે. 

અમદાવાદમાં પેટ્રોલ પંપ 8 કલાક ચાલુ રહેશે
આજથી પેટ્રોલ પંપ માત્ર 8 કલાક ચાલુ રહેશે. સવારે 8 થી 4 વાગ્યા દરમિયાન પેટ્રોલ પંપ કાર્યરત રહેશે. પેટ્રોલ પંપ એક્કલ દોક્કલ લોકો પેટ્રોલ પૂરવતા નજરે પડી રહ્યા છે. પેટ્રોલ પમ્પ પર કર્મીઓની સંખ્યામાં પણ પણ ઘટાડો થયો છે. 

સવારથી ચાર રસ્તા સૂમસાન જોવા મળ્યાં
સવારથી જ અમદાવાદીઓ સમજદારી બતાવી રહ્યાં છે. વહેલી સવારથી શહેરના માર્ગો ખાલી જોવા મળી રહ્યા છે. નહેરુનગર ચારરસ્તા સૂમસામ જોવ મળ્યો છે. પોલીસ દ્વારા ચુસ્ત પહેરીદારી પણ જોવા મળી. જન જાગૃતતાના સંદેશા સાથે હોર્ડિંગ્સ અને LED પણ નજરે પડ્યા છે. માર્ગો પર જોવા મળતા એકલદોકલ વાહનોમાં એકાદ વ્યક્તિ જ પડી રહ્યા નજરે પડ્યા છે. લોકડાઉનને શહેરીજનોનું સમર્થન નજરે પડી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news