નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજાએ રસ્તા પર નીકળીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું

દેશભરમાં 21 દિવસનું લોકડાઉન (Gujarat lockdown) જાહેર કરાયું છે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ખુદ શહેરની સ્થિતિ જાણવા માટે બહાર નીકળ્યા હતા. આ સાથે જ તેમણે રસ્તા પર ચેકિંગ પણ કર્યું હતું. તેઓને રસ્તા પરથી પસાર થતા અનેક વાહનો મળ્યા હતા. જેથી બંનેએ વાહનચાલકોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તથા સમજાવ્યું હતું કે, કોરોના વાયરસ (corona virus) ના કહેર વચ્ચે બહાર નીકળવું કેટલું જોખમી છે. 

Updated By: Mar 26, 2020, 08:00 AM IST
નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજાએ રસ્તા પર નીકળીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું

ઝી મીડિયા/બ્યૂરો :દેશભરમાં 21 દિવસનું લોકડાઉન (Gujarat lockdown) જાહેર કરાયું છે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ખુદ શહેરની સ્થિતિ જાણવા માટે બહાર નીકળ્યા હતા. આ સાથે જ તેમણે રસ્તા પર ચેકિંગ પણ કર્યું હતું. તેઓને રસ્તા પરથી પસાર થતા અનેક વાહનો મળ્યા હતા. જેથી બંનેએ વાહનચાલકોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તથા સમજાવ્યું હતું કે, કોરોના વાયરસ (corona virus) ના કહેર વચ્ચે બહાર નીકળવું કેટલું જોખમી છે. 

દેશને કોરોના વાયરસથી મુક્તિ અપાવવામાં કેન્દ્ર સરકાર, દરેક રાજ્યોની સરકાર શક્યત પ્રયાસો કરી રહી છે. આ પ્રયાસોમાં દરેક નાગરિકની ફરજ બને છે કે તે નિયમોનું પાલન કરે. લોકડાઉન સરકાર માટે નહિ, પણ સામાન્ય જનતાના સારા માટે છે. જરૂરિયાતની વસ્તુ લેવા ઉપરાંત બહાર ન નીકળવાની સલાહ આપ્યા છતા અનેક યુવાનો બહાર ભટકવા નીકળી પડે છે. આવામાં પોલીસનું કામ વધી રહ્યું છે. 

કોરોના વાયરસ સંક્રમણના પગલે ગુજરાત હાઇકોર્ટે ગઈકાલે મહત્વનો નિર્ણય લીધો હતો. હાઈકોર્ટમાં પણ વહીવટી તથા જ્યુડિશિયલ કામકાજ આગામી હુકમ સુધી બંધ રહેશે. અતિ મહત્વની મેટર હશે તો એ વીડિયો કોન્ફરન્સિંગથી ચાલશે. હાઇકોર્ટના તાબામાં આવતી રાજ્યની તમામ અદાલતો આજથી સંપૂર્ણપણે બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસને કારણે બીજી મોતની ઘટના બની છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક 85 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે. આ પહેલા સુરતમાં પણ કોરોનાને લીધે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. તો દેશમાં અત્યાર સુધી 11 લોકોના મોત કોરોનાને લીધે થયા છે. તો ગુજરાતમાં મોતનો આંકડો 2 પર પહોંચ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર