Ahmedabad Police: અમદાવાદ પોલીસ જવાનો બન્યા દેવદૂત! યુવકને રસ્તા પર CPR આપી જીવ બચાવ્યો

મંગળવારે બપોરના સમયે કાલુપુર સર્કલ પાસે ટ્રાફિક પોલીસ ટ્રાફિક સંચાલનની કામગીરી કરી રહી હતી. તેવામાં એક્ટિવાનો ચાલક મોહમદ રફીક શેખ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેને અચાનક છાતીમાં ખૂબ જ દુખાવો થતા તેણે ચોકી પાસે આવી પોલીસને જાણ કરી હતી.

Ahmedabad Police: અમદાવાદ પોલીસ જવાનો બન્યા દેવદૂત! યુવકને રસ્તા પર CPR આપી જીવ બચાવ્યો

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ ટ્રાફિક પોલીસના જવાને વાહન ચાલકને થયેલા છાતીના દુખાવા બાદ તાલીમની મદદથી તેનો જીવ બચાવ્યો હતો. ત્રણેય પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું છે. બે વર્ષ અગાઉ પણ ટ્રાફિક પોલીસ અન્ય એક રાહદારીનો આ જ રીતે જીવ બચાવ્યો હોવાથી આનંદની લાગણી અનુભવી રહ્યો છે.

મંગળવારે બપોરના સમયે કાલુપુર સર્કલ પાસે ટ્રાફિક પોલીસ ટ્રાફિક સંચાલનની કામગીરી કરી રહી હતી. તેવામાં એક્ટિવાનો ચાલક મોહમદ રફીક શેખ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેને અચાનક છાતીમાં ખૂબ જ દુખાવો થતા તેણે ચોકી પાસે આવી પોલીસને જાણ કરી હતી. જેથી ટ્રાફિક પોલીસે તાત્કાલિક વાહન ચાલકને CPR તાલીમની મદદથી વાહન ચાલકને પ્રાથમિક સારવાર આપી 108 માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો.

— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) June 6, 2023

ચહેરા પર ખુશી અને હાથમાં રહેલા સન્માનપત્ર એ વાતનું પ્રતીક છે કે પોલીસ જવાનોએ સારી કામગીરી કરી છે. અને તેમાં પણ કોઈનો જીવ બચાવવા જેવી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પોલીસ વિભાગ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. મુસ્તાક મિયાં, નરેશભાઈ નગીનભાઈ અને હસમુખ ભાઈ જોગલ આ ત્રણેય પોલીસકર્મીઓને એક રાહદારી મોહમદ રફીક શેખ નો જીવ બચાવ્યો હતો. 

તાજેતરમાં જ સરકાર દ્વારા તમામ વિભાગના કર્મચારી ઓને CPR તાલીમ આપવાનું આયોજન કર્યું છે. જોકે પોલીસ વિભાગને વર્ષ 2021માં આ તાલીમ આપવામાં આવી હતી. તે તાલીમ ની મદદથી મુસ્તકમિયાએ એક રાહદારીનો જીવ બચાવ્યો હતો અને મંગળવારે પણ એક રાહદારી નો જીવ બચાવતા આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news