BIG BREAKING: ગુજરાતમાં ફરી એક ઝાટકે 5 IAS અધિકારીઓની બદલી-બઢતી, વિજય નેહરાને વધારાની જવાબદારી
ફરી એક વાર મોટા પાયે આઈએએસ અધિકારીઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. હાલ મળતી માહિતી પ્રમાણે, 5 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ છૂટ્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં હમણાંથી બદલીઓનો દોર શરૂ થયો છે, ત્યારે ફરી એક વાર ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરાયો છે. મોટા પાયે આઈએએસ અધિકારીઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. પાંચ IAS અધિકારીઓની બદલી અને વધારોનો હવાલો સોંપાયો છે. IAS મનિષા ચંદ્રા, IAS કે એમ ભિમજીયાણીની બદલી કરાઈ છે જ્યારે એ કે રાકેશ તેમજ પી સ્વરૂપ અને વિજય નહેરાને વધારોનો ચાર્જ સોંપાયો છે.
ગુજરાત સરકારે ફરી એકવાર આઈએએસ અધિકારીઓની બદલી અને બઢતી અપાઈ છે, જેમાં IAS મનિષા ચંદ્રાની ગ્રામ વિકાસ કમિશ્નર તરીકે બદલી કરાઈ છે, જ્યારે કૃષિમંત્રાલયના સેક્રેટરી IAS KM ભીમીયાણીની નાણામંત્રાલયમાં સેક્રેટરી તરીકે બદલી થઈ છે. તેમજ એ કે રાકેશને અધિક મુખ્ય સચિવ સહકાર અને પશુપાલન વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. IAS પી સ્વરુપ મહેસુલ સચિવ (અપિલ)નો વધારાનો ચાર્જ સોંપાયો તેમજ વિજય નહેરાને ધોલેરા પ્રોજેક્ટના સીઈઓની વધારાની જવાબદારી સોંપાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે તાજેતરમાં જ 100 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ છૂટ્યા હતા, જેમાં મુકેશ પુરી, એ કે રાકેશ, કમલ દયાની, અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના સહિતના અધિકારીઓની બદલી કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે