Gujarat: ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂની પરમિટ હોલ્ડર્સની સંખ્યા વધી, પરમિટ માંગનારાઓમાં 58% નો વધારો

Gujarat Liquor News: ગુજરાતમાં ગત વર્ષની તુલનામાં 2023 માં દારૂના વેચાણમાં ઓછામાં ઓછો 20% નો વધારો થયો છે. અહીં દારૂના વેચાણમાં વધારાનું મુખ્ય કારણ વિઝિટર પરમિટ પણ છે. 

Gujarat: ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂની પરમિટ હોલ્ડર્સની સંખ્યા વધી, પરમિટ માંગનારાઓમાં 58% નો વધારો

Gujarat News: એક લાંબા સમયથી ડ્રાય સ્ટેટનો દરજ્જો ધરાવનાર ગુજરાતમાં લીકર પરમિટ હોલ્ડર (liquor permit holder) ની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અહીં ત્રણ વર્ષમાં સ્વાસ્થ્યના આધાર પર લીકર પરમિટ હોલ્ડરની સંખ્યામાં 58 ટકાનો વધારો થયો છે.  રાજ્યના નશાબંધી વિભાગના આંકડા અનુસાર નવેમ્બર 2020 માં 27,452 પરમિટ હોલ્ડરના મુકાબલે હવે ગુજરાતમાં 43,470 પરમિટ હોલ્ડર છે. સૂત્રોના અનુસાર નવી પરમિટ અરજીઓ પર ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી ચે, જેથી રાજ્યમાં દારૂની દુકાનોનું વેચાણ વધ્યું છે. 

આંકડા પરથી ખબર પડે છે કે અમદાવાદમાં સૌથી વધુ 13,456 પરમિટ હોલ્ડર છે. ત્યારબાદ સુરતમાં 9,238, રાજકોટમાં 4,502 વડોદરામાં 2,743, જામનગરમાં 2,039 અને ગાંધીનગરમાં 1,851 પરમિટ ધારકો છે. એંઝાઇટી, હાઇપર ટેંશન અને ઉંઘ ન આવવાની ઘટનાઓના કારણે 40 વર્ષથી વધુ ઉંમરના લોકો દારૂની સ્વાસ્થ પરમિટ માટે અરજી કરી રહ્યા છે. રાજ્યના નશાબંધી વિભાગ અને એક્સાઇઝ ડિપાર્ટમેંટ પણ દારૂની પરમિટની અરજીઓને મંજૂરી આપી રહી છે. 

આ વર્ષે દારૂના વેચાણમાં 20 ટકાનો વધારો
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જો કે, કેટલાક કિસ્સાઓમાં પરમિટ ધારકના મૃત્યુ પછી પરમિટ આપોઆપ રદ થઈ જાય છે. જ્યારે ગુજરાતમાં 2023માં દારૂના કુલ વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં ઓછામાં ઓછો 20 ટકાનો વધારો થયો છે. અહીં દારૂનું વેચાણ વધવાનું મુખ્ય કારણ વિઝિટર પરમિટ પણ છે. આ વખતે વિઝિટર પરમિટમાં 30 ટકાનો વધારો થયો છે. વાસ્તવમાં, વર્લ્ડ કપ અને G20 કાર્યક્રમોને કારણે મુલાકાતીઓની પરમિટમાં વધારો થયો છે.

આ દારૂની માંગ વધી
તો બીજી તરફ એક હોટલ વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે રાજ્યમાં વ્હાઇટ રમની માંગ પણ વધી છે, કારણ કે ટ્રાવેલ કરનાર લોકો મોટાભાગે પસંદ કરે છે. એક અન્ય હોટલ વ્યવસાયીએ જણાવ્યું હતું કે વધુ માંગના લીધે સિંગલ મોલ્ત અને વાઇન સહિત ઇંપોર્ટેડ દારૂની અમારી ખરીદી એક વર્ષમાં ઓછામાં ઓછી 40 ટકા વધી ગઇ છે. તમને જણાવી દઇએ કે ગુજરાતમાં હાલમાં લગભગ 77 હોટલો પાસે દારૂની પરમિટની દુકાનો છે, જ્યારે નવી દારૂની દુકાનો 18 અરજીઓ પ્રોસેસમાં છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news