Anant-Radikha Pre Wedding Bash:ફૂલવાળા ગાઉનમાં ગજબની લાગે છે ઇશા, રાધિકાનો લુક છે ઇંપ્રેસિવ,જુઓ ફોટો
Isha Ambani and Radhika Merchant Photos: અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટના પ્રી વેડિંગ ફંક્શન્સ જામનગરમાં ચાલી રહ્યા છે. ત્રણ દિવસના ગ્રાંડ પ્રી વેડિંગ ફંક્શન્સનો 1 માર્ચે પહેલો દિવસ હતો. જ્યાં અંબાણી ફેમિલીએ બોલીવુડ, હોલીવુડ અને દુનિયાભરના સેલેબ્સ સાથે પ્રી વેડિંગ બેશ એંજોય કર્યું. અનંત-રાધિકાના વેડિંગ બેશ માટે ઇશા અંબાણીએ સુંદર ગાઉન તો થનાર દુલ્હને પણ ડિઝાઇનર ડ્રેસ કેરી કર્યો હતો, જેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે.
ઇશા અને રાધિકા
ઈશા અંબાણીએ ભાઈ અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન માટે સુંદર ફ્લોરલ ડિઝાઈન કરેલું ગાઉન પહેર્યું હતું. જ્યારે અનંત અંબાણીની કન્યા રાધિકા મર્ચન્ટે હોલીવુડ મોડલનો મેટ ગાલા 2022 લુક પહેર્યો હતો. ઈશા અને રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીના પહેલા દિવસની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (ઈશા ફોટો ક્રેડિટ- ફેશન સ્ટાઈલિશ અનિતા શ્રોફ અજાનિયા ઈન્સ્ટાગ્રામ, રાધિકા- સોશિયલ મીડિયા)
ઇશા અંબાણીનું ફૂલવાળું ગાઉન
ઇશા અંબાણી એક લોન્ગ ટેલવાળા ફૂલોની ડિઝાઇનવાળા બીજ કલરના તે ગાઉનમાં સુંદર લાગે રહી છે. ઇશા અંબાણીના ડિઝાઇન ગાઉનની સ્લીવ્સ પણ યૂનિક સ્ટાઇલની છે. ઇશાના લુકના ફોટોઝ ફેશન સ્ટાલિસ્ટ અનિતા શ્રોફે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
ઈશા અંબાણીએ સુંદર ગાઉન સાથે મોતી અને સ્ટોન્સનો ચોકર નેકલેસ પહેર્યો છે. તેમજ ઈશાએ ગળાના હાર સાથે મેચ થતી હેંગિંગ ઈયરિંગ્સ કેરી કરી છે. ઈશાએ પોતાના ભાઇના પ્રી વેડિંગ બેશ માટે સ્ટલ મેકઅપ અને લાઇટ શેડ લિપસ્ટિક સાથે પોતાનો લુક પુરો કર્યો હતો.
રાધિકા મર્ચેટ પ્રી વેડિંગ બેશ લુક
આ દરમિયાન અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ પણ તેના પ્રી-વેડિંગ બેશમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. રાધિકા મર્ચન્ટે હોલિવૂડ મોડલ બ્લેક લાઈવલી (Blake Lively) નો લૂક કેરી કર્યો હતો. હોલીવુડ મોડલે આ લુક 2022 મેટ ગાલામાં પહેર્યો હતો. રાધિકા મર્ચન્ટનો આઉટફિટ પિંક શેડ અને મિરર વર્કથી બનેલો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
રાધિકા મર્ચેંટે પોતાના પ્રી વેડિંગ બેશ માટે સુંદર આઉટફિટ સાથે ડાયમંડ નેકલેસ કેરી કર્યો હતો. રાધિકાએ પોતાના લુકને સટલ મેકઅપ અને લાઇટ બ્રાઉન લિપશેડ સાથે પુરો કર્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Trending Photos