Hero એ સસ્તું કર્યું પોતાનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર, 30 હજાર રૂપિયા ઘટાડ્યા, જાણો ફીચર્સ

Hero MotoCorp launch Vida V1 Plus: હીરો મોટોકોર્પ (Hero MotoCorp) Vida V1 Pro ને અપડેટ કર્યા બાદ Vida V1 Plus ને લોન્ચ કરી દીધું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરના ફીચર્સથી લઇને કિંમત વિશે અહીં જાણીએ. 

Hero એ સસ્તું કર્યું પોતાનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર, 30 હજાર રૂપિયા ઘટાડ્યા, જાણો ફીચર્સ

Hero MotoCorp launch Vida V1 Plus: હીરો મોટોકોર્પ (Hero MotoCorp)એ પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટરને અપડેટ કર્યા બાદ તેને નવા રૂપમાં લોન્ચ કર્યું છે. અપડેટ કરવાની સાથે જ કંપની ઇલેક્ટ્રિક સ્કૂટરના ભાવમાં ઘટાડો કરી દીધો છે. હીરોએ Vida V1 Plus ને અપડેટ કરવાની સાથે જ ભારતમાં લોન્ચ કર્યું છે.  Vida V1 Plus ની કિંમતને હીરોના બાકી મોડલની તુલનામાં 30 હજાર સુધી ભાવ ઘટાડો કર્યો છે. જ્યારે સ્કૂટરના ફીચર્સ અને પરર્ફોમન્સ તમામમાં સુધારો કર્યો છે. 

Vida V1 Plus ના નવા ભાવ
હીરો મોટોકોર્પ (Hero MotoCorp) દ્વારા લૉન્ચ કરવામાં આવેલા ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 1.15 લાખ રૂપિયા છે. અગાઉ Vida V1 Pro નું મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની સરખામણીમાં Vida V1 Plus ના રેટમાં 30 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. Vida V1 Plus એ Vida V1 Proનું અપડેટેડ મોડલ છે.

જાન્યુઆરી 2024માં થયું હતું આટલું વેચાણ
ગયા વર્ષના જાન્યુઆરી 2023ની સરખામણીએ જાન્યુઆરી 2024માં હીરોના ઇલેક્ટ્રિક સ્કૂટર્સના વેચાણમાં 6.46 ટકાનો ઘટાડો થયો છે. હવે કંપનીએ Vida V1 Pro ને અપડેટ કરીને Vida V1 Plus લોન્ચ કર્યું છે. ઉપરાંત, Vida V1 Proની તુલનામાં Vida V1 Plus ની કિંમતમાં 30 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. Hero MotoCorp એ જાન્યુઆરી 2024માં ટૂ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોના 1494 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. તે જ સમયે ગયા વર્ષે જાન્યુઆરી 2023 મહિનામાં 6.46 ટકા વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ થયું હતું.

હીરોએ સપ્ટેમ્બર 2023માં રેકોર્ડ વેચાણ કર્યું હતું. પહેલીવાર હીરોએ એક મહિનામાં 3000 યુનિટ વેચ્યા હતા. હીરોએ Vida V1 Plusની કિંમતમાં ઘટાડો કર્યો છે અને લોકોના બજેટ પ્રમાણે ઈલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં લૉન્ચ કર્યું છે.

Vida V1 Plus ના ફીચર્સ
Vida V1 Plus અને  Vida V1 Pro બંનેમાં 6kW ની ઇલેક્ટ્રિક મોટર છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ફૂલી ડિજિટલ ઇંસસ્ટ્ર્મેંટ કલસ્ટર છે. સાથે જ એલઇડી લાઇટીંગ અને મલ્ટીપલ રાઇડ મોડ્સ છે. Vida V1 Plus સ્માર્ટફોન કનેક્ટિવિટીનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news